પીએમ મોદીએ વારાણસીમાં કહ્યું-`મોદી હારે કે જીતે તે ગંગામૈયા જોઈ લેશે પરંતુ...`
લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા પીએમ મોદીએ આજે બૂથ કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે ગુરુવારે વારાણસીમાં થયેલા રોડ શો માટે જનતા અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. વારાણસીની હોટલ ડી પેરિસમાં બૂથ કાર્યકરો સાથેના સંવાદમાં તેમણે કહ્યું કે ગઈ કાલે જે રીતે બનારસના લોકોમાં અપાર ઉત્સાહ જોયો તેનાથી હું અભિભૂત છું.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા પીએમ મોદીએ આજે બૂથ કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે ગુરુવારે વારાણસીમાં થયેલા રોડ શો માટે જનતા અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. વારાણસીની હોટલ ડી પેરિસમાં બૂથ કાર્યકરો સાથેના સંવાદમાં તેમણે કહ્યું કે ગઈ કાલે જે રીતે બનારસના લોકોમાં અપાર ઉત્સાહ જોયો તેનાથી હું અભિભૂત છું. જે રીતે પરિવારના મુખ્યાના આશીર્વાદ મળવાની અનુભૂતિ થાય છે તે તેવી મને ગઈ કાલે કાશીવાસીઓના આશીર્વાદથી અનુભવ થયો. મિત્રો હું પણ એક સમયે બૂથ કાર્યકર હતો. દીવાલો પર પોસ્ટરો પણ ચીપકાવતો હતો. આ દરમિયાન તેમણે ગુજરાતને પણ યાદ કર્યું અને કહ્યું કે ગુજરાતમાં તેમની એક ઈચ્છા અધૂરી રહી ગઈ જે બનારસવાળા પૂરી કરશે ખરા? તેમણે કહ્યું કે હું માતૃશક્તિનું હંમેશા સન્માન કરું છું. જો મોદીની કોઈ સુરક્ષા કરે છે તો તે છે દેશની માતાઓ અને બહેનો. દેશના ખૂણે ખૂણેથી મારી માતાઓ અને બહેનો વોટ કરવા માટે એકબીજાને પ્રેરિત કરી રહ્યાં છે. આપણે નક્કી કરીએ કે આપણા પોલિંગ બૂથમાં જો 100 મત પુરુષોના પડે તો 105 મતો મહિલાઓના પડે.
પહેલીવાર મત આપતા મતદારોનું સ્વાગત
પીએમ મોદીએ કહ્યું કે, 'પહેલીવાર મત આપનારા દીકરા-દીકરીઓનું સન્માન કરો. તેઓ મત ગમે તેને આપે તેના પર ધ્યાન ન આપો. પરંતુ પહેલીવાર મત આપનારાઓને ગોળ ખવડાવો. લોકતંત્ર એક ઉત્સવ છે. લોકતંત્રમાં આપણા ગમે તેટલા વિરોધીઓ હોય પરંતુ મિત્રતા ભાઈચારો એ લોકતંત્ર માટે યોગ્ય વસ્તુ છે. કોઈ ઝગડો હોવો જોઈએ નહીં. એકવાર તમે કરશો તો બીજા પક્ષો પણ તે શીખશે.'