ગયા(બિહાર): વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસના પ્રવાસે બિહાર પહોંચ્યા હતા. આ પ્રવાસમાં તેમણે જમુઈમાં લોકજનશક્તી પાર્ટીના ઉમેદવાર ચિરાગ પાસવાનની તરફેણમાં એક જાહેરસભા સંબોધિત કરી હતી. જમુઈ પછી પીએમ મદી ગયામાં ચૂંટણીસભા માટે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીને સાંભળવા માટે ગયામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને આ ભીડ બેકાબુ બની હતી. પીએમ મોદીનું ભાષણ સાંભળવા આવેલા લોકો અહીંની અવ્યવસ્થાથી ગુસ્સે ભરાયા હતા. ગુસ્સામાં તેઓ એક-બીજા પર ખુરશીઓ ફેંકતા હતા, જૂતા-ચપ્પલ પણ ઉછળ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસે ભીડને કાબુમાં લીધી હતી. 


મોદીની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાન પણ ચૂંટણી રેલીમાં પહોંચ્યા છે. 


મોદી ભારતને 'હિન્દુ રાષ્ટ્ર' બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ એચ.ડી. દેવેગૌડા


બે પ્રકારના લોકોથી મુશ્કેલી
પીએમ મોદીએ જાહેરસભામાં જણાવ્યું કે, તમારો ચોકીદાર જ બચેલા કામ પુરા કરશે. માત્ર બે પ્રકારના લોકોને ચોકીદારથી મુશ્કેલી છે. પ્રથમ મહામિલાવટી અને તેમના તરફદારો અને બીજા આતંકવાદી અને તેમના મદદગાર ચોકીદારથી ચિંતિત છે. આ લોકો આટલા ચિંતિત શા માટે છે એ જાણવું પણ જરૂરી છે. 


બોમ્બ ફૂટતા હતા
પીએમ મોદીએ જણાવ્યું કે, 2014થી પહેલા અનેક શહેરોમાં બોમ્બ વિસ્ફોટ થતા હતા. ક્યારેક હૈદરાબાદ તો ક્યારેક અમદાવાદ, જમ્મુમાં બોમ્બ ફૂટતા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીન, હુજી જેવા અનેક સંગઠન દેશમાં ભયનો માહોલ બનાવી રહ્યા હતા. એવું તો શું થયું કે 2014 પછી બધા જ ઠંડા પડી ગયા છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....