મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપનું પલડું ભારે કરવા પીએમ મોદીએ સતારામાં એક જાહેરસભામાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, "તમારો ઉત્સાહ, તમારો જુસ્સો વિરોધ પક્ષના હોશ ઉડાવી રહ્યો છે. ઉદ્યાન રાજેજી બોલી રહ્યા હતા ત્યારે મને એમ થતું હતું કે સાંભળતો જ રહું. એક-એક શબ્દ હૃદયમાંથી નિકળી રહ્યો હતો. સતારાની ભૂમિ સંતોની ભૂમિ છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, "અહીંની ધરતીમાંથી અતુલનીય અને આધ્યાત્મિક નેતૃત્વ પેદા થયું છે. મારા માટે સતારા એક રીતે ગુરૂ ભૂમિ છે. ઉદરયન રાજેજીએ જેનો ઉલ્લેખ કર્યો, હું આજે જે કંઈ પણ છું, જે સંસ્કારોમાં હું ઉછર્યો છું, જેમની પાસેથી અમે તાલીમ મેળવી છે, તેમનું આ જન્મસ્થાન છે. ત્યાર પછી તેઓ ગુજરાત આવ્યા હતા. તેમણે મને તાલીમ આપી અને એટલા માટે જ મારા માટે ગુરુ ભૂમિ છે."


વીર સાવરકરના વિરોધમાં નથી, પરંતુ તેમના હિન્દુત્વનું સમર્થન કરતો નથીઃ મનમોહન સિંહ


વડાપ્રધાન મોદીઓ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, "આ લોકો જ્યારે આધુનિક વિમાન રાફેલ માટે કુપ્રચાર કરે છે કે, મને વિશ્વાસ છે કે આ રાષ્ટ્રભક્તીની ધતીને પીડા થતી હશે. આપણાં વીર જવાનો પર કોંગ્રેસ-એનસીપીના નેતાઓ સવાલ ઉઠાવે છે ત્યારે સૌથી વધુ દુખ સતારાને થાય છે. આ લોકો કલમ-370 અંગે અફવા ફેલાવે છે ત્યારે આખું સતારા નિરાશ થાય છે. વીર સાવરકર જેવા રાષ્ટ્રનાયકોને આ લોકો બદનામ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સતારાનો પારો સાતમા આસમાને પહોંચી જાય છે."


ભાજપ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં જીતના તમામ રેકોર્ડ તોડશે: PM મોદી


વડાપ્રધાને કહ્યું કે, અત્યારે રાજ્યમાં બંને વિરોધ પક્ષ કોંગ્રેસ અને એનસીપીના કાર્યકર્તાઓ તથા નેતાઓ અંદરો અંદર ઝઘડી રહ્યા છે. જેની સામે ભાજપ-શિવસેનાની મહાયુતિ છે. તેમની રાજનીતિનો આધાર છે, વહેંચો અને મલાઈ ખાવો. આ સંસ્કાર છત્રપતિ શિવાજીને બિલકુલ નથી. તેમણે તો સમભાવ અને સદભાવથી રાષ્ટ્ર સેવાનો માર્ગ બતાવ્યો છે. આ કારણે જ લોકસભા ચૂંટણીમાં જનતાએ તેમને દરવાજો દેખાડી દીધો હતો. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....