ફરીદાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના ફરીદાબાદ વિધાનસભા વિસ્તારના બલ્લભગઢમાં જાહેરસભાને સંબોધિત કરતા જણાવ્યું કે, હું જ્યારે તમારી વચ્ચે હરિયાણામાં આવું છું તો મનેએમ લાગે છે કે મારા ઘરામં આવ્યો છું. અહીંનો વિકાસ અને અહીંના લોકોના જીવનમાં પરિવર્તન હંમેશાં મારી પ્રાથમિક્તા રહી છે. તેમની સભાનું આયોજન ફરીદાબાદના સેક્ટર-61ના મેદાનમાં કરાયું હતું. આ રેલી ફરીદાબાદ સહિત પલવલ, ગુરૂગ્રામ અને મેવાદ જિલ્લાઓ અંતર્ગત આવતી 16 વિધાનસભા સીટ માટે આયોજિત કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે, 5 વર્ષ પહેલા હું જ્યારે હરિયાણામાં ભાજપ સરકાર બનાવવાની વાત કરતો હતો ત્યારે વિરોધ પક્ષના નેતાઓ પુછતા હતા કે, મોદીજી બતાઓ તમારે કેપ્ટન કોણ છે. ત્યારે મારો જવાબ હતો કે હરિયાણાની પ્રજાનો આશિર્વાદ મળશે તો હરિયાણાનો એક મજબૂત કેપ્ટન જરૂર મળી જશે અને એક્લો કેપ્ટન જ નહીં પરંતુ મજબુત ટીમ પણ મળશે.


જે લોકો મને કેપ્ટનનો સવાલ પુછતા હતા તેઓ આજે પોતે જ વિખેરાઈ ગયા છે. તેમને પોતાની ટીમ ઊભી કરવામાં આજે મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં આગામી દિવસોમાં મહારાષ્ટ્રની સાથે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....