દુર્ગાપુરમાં બજેટ વિશે બોલ્યા PM મોદી, `આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે`
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી અગાઉ અહીં તેઓ ઠાકુરનગરમાં રેલી કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી અગાઉ અહીં તેઓ ઠાકુરનગરમાં રેલી કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. ત્યારબાદ હવે તેઓ દુર્ગાપુરમાં રેલીને સંબોધન કર્યું. અહીં પણ તેમણે તૃણમૂલ કોંગ્રેસ અને સીએમ મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કોઈ પણ કામ કરાવવા માટે ટ્રિપલ ટી એટલે કે તૃણમૂલ તોલાબાજી ટેક્સ આપવો પડે છે. પીએમએ પોતાના ભાષણમાં બજેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ બજેટ તો માત્ર ટ્રેલર છે, અસલી પિક્ચર તો ચૂંટણી બાદ સામે આવશે. પીએમએ આ દરમિયાન સરકારની યોજનાઓ દ્વારા લોકોને જે લાભ મળી રહ્યાં છે તેની જાણકારી પણ આપી.
દીવો બુઝાતા પહેલા જોર લગાવી રહ્યો છે
પીએમ મોદીએ કહ્યું કે ધૈર્ય એટલા માટે જરૂરી છે કારણ કે જે રીતેનું વર્તન ટીએમસી ભાજપના કાર્યકર્તાઓ સાથે કરી રહ્યી છે તેનાથી તમને તકલીફ થાય તે સ્વાભાવિક છે. ગઈ કાલે રાતે જે પણ થયું તેની મને જાણકારી છે. અહીં એવા કાર્યકર્તાઓ પણ છે જેમના ચહેરા પર પટ્ટીઓ લાગી છે. બંગાળના કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છું કે તમારું બલિદાન બેકાર જશે નહીં. સમય લાગી શકે છે. દીવો જ્યારે બુઝાતો હોય છે ત્યારે જોર લગાવે છે.
ભીડ જોઈને PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું-'દીદી હિંસા ઉપર કેમ ઉતરી પડ્યા તે હવે ખબર પડે છે
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...