ઝારખંડમાં પીએમ મોદીનું સંબોધન, EVMને લઇ વિપક્ષ સામે કર્યા પ્રહાર

ઝારખંડના લોહરદગાની બીએસ કોલેજમાં પીએમ મોદી લોકસભા બેઠકના ત્રણ ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાનું સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીની સભામાં સુરક્ષા વ્યવસ્થાને લઇને પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ઝારખંડના લોહરદગાની બીએસ કોલેજમાં પીએમ મોદી લોકસભા બેઠકના ત્રણ ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાનું સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીની સભામાં સુરક્ષા વ્યવસ્થાને લઇને પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. લોકસભા બેઠકના ત્રણ ઉમેદવારનું સમર્થન કરવાની સાથે જ પીએમ મોદીએ સભા મંચ પરથી EVM મશીનને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે.
લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત દેશમાં સાત તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં મંગળવારે ગુજરાત સહિત 15 રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થયું છે. હજુ ચાર તબક્કા બાકી છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડ ખાતે ચૂંટણી સભા સંબોધતાં કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. અહીં તેમણે ઇવીએમ પર સવાલ ઉઠાવી રહેલ કોંગ્રેસ અને વિપક્ષોને આડે હાથ લેતાં કહ્યું હતું કે, દેશમાં જનાધાર ગુમાવી રહેલા આ લોકોને હવે ઇવીએમ પર ભરોસો નથી બેસતો. જે લોકો રાજ્ય સાચવી નથી શકતા એવા લોકો પીએમ બનવાના સપના જોઇ રહ્યા છે.
પીએમ મોદી અક્ષયકુમાર BIG Interview
#MODIWITHAKSHAY: અભિનેતા અક્ષય કુમારે બુધવારે સવારે વડાપ્રધાન નિવાસ સ્થાન ખાતે પીએમ મોદીની ખાસ મુલાકાત કરી હતી. અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાળપણથી લઇને રિટાયર્ડ પ્લાન સહિતના સવાલો પુછ્યા હતા. આ સવાલોના મોદીએ જવાબ આપ્યા હતા. તમે વડાપ્રધાન બનવા અંગે વિચાર્યું હતું? તમે સન્યાસી બનવા ઇચ્છતા હતા? તમે કેમ ઓછું ઉંઘો છો? સહિત અનેક સવાલ અક્ષય કુમારે પુછ્યા હતા. પીએમ મોદીએ હળવાશથી આ સવાલોના જવાબ આપ્યા હતા. સમગ્ર ઇન્ટરવ્યૂ જોવા માટે જુઓ આ વીડિયો...
PM Modi સાથે મુલાકાત કરનાર અભિનેતા અક્ષય કુમારે મંગળવારે કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બુધવારે ‘નિષ્પક્ષ અને સંપૂર્ણ રીતે બિન રાજકીય’ વાતચીત કરી. પ્રધાનમંત્રી આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર થયેલી આ વાતચીતમાં અક્ષય કુમારે પીએમ મોદીના જીવન સાથે જોડાયેલા કેટલાક પાસાઓ પર ચર્ચા કરી