ઇંદોર : મધ્ય પ્રદેશની ચૂંટણી અભિયાનને ધાર આપતા રાહુલ ગાંધી પર ઇંદોરની રેલીમાં ભારે વ્યંગ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધીને તેમની કોંગ્રેસ પાર્ટી જ ગંભીરતાથી નથી લેતી તો પછી જનતા કઇ રીતે લેશે. તેમણે કહ્યું કે, તેઓ ત્યાં જતા હતા, ખીચામાંથી મોબાઇલ કાઢતા હતા. કહે છે કે મેડ ઇન છિંદવાડા બનશે, મેડ ઇન ઇંદોર બનશે. જો કે  તેમની આ વાત પાર્ટીના મેનિફેસ્ટોમાં નથી, જે નેતાઓને તેમની પાર્ટીની સીરિયસલી નથી લેતી, તેને સીરિયસ લેવા જોઇએ કે કેમ. મને વિશ્વાસ છે કે તેને દેશની જનતા સીરિયસલી નથી લેતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદી આટલેથી જ નહોતા અટક્યા. રાહુલ પર તીખો વ્યંગ કરતા તેમણે કહ્યું કે, એવા લીડર જેનાથી કોઇ પુછે કે તમે એનસીસી અંગે શું કહો છો તો તેમને ખબર નથી. કૈલાશ માનસરોવર જઇને આવ્યા તો કોઇએ પુછ્યું તો તેઓ કંઇ પણ બોલી શક્યા નહોતા. કોઇએ પુછ્યું કે ચૂંટણી ઢંઢેરો શું છે તો તેમણે કહ્યું ચૂંટણી ઢંઢેરો ચૂંટણી ઢંઢેરો હોઇ શકે છે. એવુ જ કોઇ નવા મહાત્મા બન્યા હતા તો તેને પુછવામાં આવ્યું કે સંસ્કૃતિ શું હોય છે તો તેમને જવાબ હતો સંસ્કૃતિ સંસ્કૃતિ જ હોય છે. 
સત્ય ખબર પડી તો ખીચામાં મુકી દીધો મોબાઇલ

વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના મધ્યપ્રદેશ મોબાઇલ ફેક્ટ્રીઓ ખુલવાનાં નિવેદન અંગે કહ્યું કે, મેડમની જ્યારે રિમોટ કંટ્રોલ સરકાર હતી તો દેશમાં બે મોબાઇલ ફેક્ટ્રીઓ હતી, પરંતુ ચાવાળાની સરકારમાં સવાસો ફેક્ટ્રીઓ થઇ ગઇ. જ્યારે તેમને ખબર પડી તો મોબાઇલ ખીચામાં મુકી દીધા. ઇજ ઓફ ડુઇંગ બિઝનેસની રેકિંગમાં ભારતની છલાંગનો શ્રેય લેતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014માં આપણે આવ્યા તો ભારત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 142માં નંબર હતા હવે 77માં નંબર પર ઉભા છીએ. તેનો અર્થ થાય છે કે કાયદો અને વ્યવસ્થામાં કઠણાઇને દુર કરવી. આ કામ અમે 4 વર્ષમાં કરીને દેખાડ્યું છે. ત્યારથી દુનિયા માનવા લાગી છે. 

હવે 59 મિનિટમાં લઘુ ઉદ્યોગને મળે છે લોન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હાલ દિવાળી પહેલા મે લઘુ ઉદ્યોગ માટે 12 ગીફ્ટ આપ્યા હતા. તેમાં એક ગીફ્ટ એ છે કે જો લોન જોઇએ તો જીએસટી સહિત જો તમામ ડોક્યુમેન્ટ્સ પુરા હોય તો માત્ર 59 મિનિટમાં એખ કરોડ રૂપિયા સુધીની લોન તુરંત સ્વીકૃત થઇ જાય છે. એટલા માટે આજે દેશને તેના કારણે 5 લાખ સુધીની આવકની ઇનકમવાલા પરિવારના ટેક્સને ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે. મિડલ ક્લાસને ઘર માટે ક્યારે પણ બેંકના વ્યાજમાં રાહત નહોતી મળતી પરંતુ હવે મળે છે જેથી મિડલ ક્લાસનાં લોકો ઘરનું સપનું પુર્ણ કરી શકે. 

એલઇડી બલ્બ, સસ્તા ઇન્ટરનેટ અને દવાનો પણ ઉલ્લેખ
વડાપ્રધાને પોતાની સરકારની પીઠ થપથપાવતા કહ્યું કે, પહેલા ઇન્ટરનેટનો મહિનાનો ખર્ચ 500થી 600 રૂપિયા આવતો હતો પરંતુ હવે તે 150થી 100 રૂપિયા સુધી આવે છે. હવે રેલ્વે સ્ટેશનમાં પણ વાઇફાઇની સુવિધા છે. વિદ્યાર્થી પ્લેટફોર્મ પર બેસીને પણ અભ્યાસ કરી શકે છે. માત્ર મધ્યપ્રદેશમાં જ એલઇડી બલ્બ લગાવવાનાં કારણે મધ્યમવર્ગીય પરિવારનાં 900 કરોડ રૂપિયાની બચત થઇ. પાસપોર્ટનું કામ સરળ થતુંય માત્ર મધ્યપ્રદેશમાં જ અમે 14 પાસપોર્ટ ઓફીસ ખોલી છે. બિમારીમાં લાખોનો ખર્ચ થતો હતો. સ્ટેંટ લગાવવું હવે ડોઢ લાખનો ખર્ચ આવતો હતો. અમે જન ઔષધી કેન્દ્ર ખોલ્યા, જે દવા 100 રૂપિયામાં મળતી હતી તેને 10 રૂપિયામાં મળી રહી છે.