ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ના કહેર વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) દેશને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ દેશવાસીઓ સાથે વીડિયો સંદેશ મોકલશે. તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, કોરોના વાયરસી વૈશ્વિક મહામારીની વિરુદ્ધ લોકડાઉનને 9 દિવસ પૂરા થાય છે. આ દરમિયાન તમે લોકોએ જે રીતે અનુશાસનનો પરચો આપ્યો છે, તે અભૂતપૂર્વ છે. તમે જે પ્રકારે 22 માર્ચ, રવિવારના દિવસે કોરોનાની વિરુદ્ધ લડાઈ લડી રહેલા દરેક કોઈનો આભાર માન્ય હતો, તે અન્ય દેશો માટે મિસાલ બન્યું હતું. આજે અનેક દેશો આ કાર્યને અનુસરી રહ્યા છે. આ ભાવ પ્રકટ થયો છે કે, એક થઈને કોરોનાની વિરુદ્ધ લડાઈ લડી શકાય છે. આજે લોકડાઉનના સમયે દેશની તમારા સૌ માટે સામૂહિક ચરિતાર્થ થતુ નજરે આવે છે. 


વડોદરાને બીજો ઝટકો, 24 કલાકમાં કોરોનાના બીજા દર્દીનું મોત, ગુજરાતમાં કુલ મોત 8