પટણા/ નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નવા સાંસદોને જૂના સાંસદો પાસેથી શીખવાની શિખામણ આપી. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર અને એલજેપી સંસદીય બોર્ડના અધ્યક્ષ ચિરાગ પાસવાનનું ઉદાહરણ પણ આપ્યું. ચિરાગ જમુઈ સંસદીય મતવિસ્તારથી સાંસદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વખાણથી ચિરાગ પાસવાન ગદગદ છે. તેમણે કહ્યું કે મારા માટે આ ગર્વ અને ખુશીની વાત છે. હું સતત સંસદમાં મારા  કામને લઈને સક્રિય રહુ છું. જો વડાપ્રધાન તેને ધ્યાનમાં લે તે મોટી વાત છે. તેમણે આ વસ્તુને પોતાની ઉપલબ્ધિ બતાવી. 


ચિરાગ પાસવાને કહ્યું કે હું સારી રીતે તૈયારી કરું છું. અભ્યાસ કરું છું અને વિષયને સમજુ છું. અત્રે જણાવવાનું કે પીએ મોદીએ સાંસદોને ચર્ચામાં સામેલ થવાની સાથે-સાથે સંપૂર્ણ તૈયારી કરીને સદનમાં આવવા જણાવ્યું. આ માટે તેમણે ચિરાગ પાસવાનનું ઉદાહરણ આપ્યું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...