PM Modi and Sitaram Yechury Viral Pic: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 ડિસેમ્બરના રોજ G20 ને લઇને સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની. આવી જ એક તસવીર પીએમ મોદી અને સીપીઆઇ-એમના મહાસચિવ સીતારામ યેચુરીની હતી. ફોટામાં પીએમ મોદી અને સીતારામ યેચુરી કોઇ વાત પર હસતા જોવા મળી રહ્યા છે. એવી કઇ વાત થઇ હતી કે બંને દિગ્ગજ નેતાઓનું હાસ્ય નિકળી ગયું, તે રાજ હવે સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીતારામ​ યેચુરીએ ખોલ્યું રહસ્ય
ફોટાનું રહસ્ય સીતારામ યેચુરીએ પોતે ખોલ્યું છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના એક કાર્યક્રમમાં રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. સીતારામ યેચુરીને એક ફોટાને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે અમે મીટિંગમાં જે વાત કહી, તેનાથી મોદીજી નારાજ હતા, તેને મેકઅપ કરવા માટે તે આવ્યા અને અમને કહ્યું કે મિઠાઇ ખવડાવો... અમે પૂછ્યું કે...તો તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહી દીધું છે કે જય શ્રીરામ બોલવાનું નથી, જય સીતારામ બોલવાનું છે, એટલા માટે તમે મિઠાઇ ખવડાવો. 

આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો:
 Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર
આ પણ વાંચો: જો ઉંઘમાં Sex ના સપના આવતા હોય તો આ જરૂરથી વાંચજો, નહીંતર પસ્તાશો


સીતારામ યેચુરીએ આગળ કહ્યું કે મોદી જી, કદાચ તમને યાદ હશે.. તમે સદનમાં હાજર હતા... જ્યારે તમારા જ સાથીએ કહ્યું હતું કે નામ સીતારામ છે તમારું, પરંતુ વાતો આવી કેમ કરો છો.તે નારાજ હતા કે અમે સાંપ્રદાયિકતા વિરૂદ્ધ વાતો કરીએ છીએ. ત્યારે અમે જવાબ આપ્યો કે મારું નામ લઇને તમે મને ગાળો આપી દો, પરંતુ તેમછતાં પણ પુણ્ય મળશે કારણ કે સીતારામ બોલવું પડશે તમને. સીપીઆઇ-એમ નેતાએ કહ્યું કે આ વખતે મોદી જી મારો હાથ પકડીને હસવા લાગ્યા.  


બેઠકમાં આ નેતા પણ હાજર
G20 ને લઇને બોલાવવામાં આવેલી બેઠકમાં માર્કવાદી કોમ્યુનિસ્ટ (માકપા) ના મહાસચિવ સીતારામ યેચુરી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (ભાજપા) ના મહાસચિવ ડી રાજા, પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી તથા તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, સિક્કિમના પ્રેમ સિંહ તમાંગ, મહારાષ્ટ્રના એકનાથ શિંદે આ ઉપરાંત દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સામેલ હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ મીટીંગમાં સામેલ હતા. 


બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગોડા અને તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂ સહિત અન્ય નેતા ઉપસ્થિત હતા. બેઠકમાં સરકાર તરફથી ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વગેરે હાજર હતા. 


ભારતે એક ડિસેમ્બરના રોજ સત્તાવાર રૂપથી G20 ની અધ્યક્ષતા ગ્રહણ કરી છે. આ વર્ષે ડિસેમ્બરથી દેશના વિભિન્ન સ્થળો પર 200થી વધુ તૈયારી બેઠકોની મેજબાની કરવાની આશા છે. આગામી વર્ષે નવ અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં G20 નેતાઓનું શિખર સંમેલન યોજાશે. આ પહેલાં દેશના વિભિન્ન ભાગમાં G20 ની ઘણી બેઠકો આયોજિત કરવામાં આવશે. 


G20 દુનિયાની ટોચની વિકસિત અને વિકાશીલ અર્થવ્યવસ્થાઓના એક અંતર-સરકારી મંચ છે. તેમાં આર્જેટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાજીલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇંડોનેશિયા, ઇટલી, જાપાન, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રીકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યૂરોપીય સંઘ સામેલ છે. 


આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube