નવી દિલ્હી : કર્ણાટકની 222 વિધાનસભા સીટ માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. આ મતદાન શરૂ થતા પહેલાં વડાપ્રધાને કર્ણાટકની જનતાને વોટ આપવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે ''હું કર્ણાટકના મારા ભાઈઓ અને બહેનોને આજે મોટી સંખ્યામાં મત આપવાનો આગ્રહ કરું છું. હું યુવાનોને વિશેષ આગ્રહ કરું છું કે તેઓ વોટિંગ કરીને લોકસતંત્રના આ તહેવારમાં ભાગીદારી કરીને એને સમૃદ્ધ બનાવે.''



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકના તમામ બુથ પર જેવી વોટિંગની પ્રક્રિયા શરૂ થઈ કે લોકોમાં આ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ લોકો વોટિંગ માટે મતદાન કેન્દ્રની બહાર લાઇનમાં ઉભા રહ્યા હતા. લોકોની સાથેસાથે રાજનેતા પણ મતાધિકાર માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. 


પીએમ મોદી સિવાય બીજેપીના કેન્દ્રિય મંત્રી અનંત કુમારે વોટર્સને BJPને વોટ આપવાની અપીલ કરી. તેમણે ટ્વિટર પર લખ્યું કે હું તમામ મતદાતાઓને અપીલ કરું છું કે તેઓ મતદાન કરે અને યોગ્ય સરકારને જ પસંદ કરે.



આ કર્ણાટકની 224 સીટ પર મતદાન થવાનું છે પણ હાલમાં માત્ર 222 સીટ પર જ મતદાન થઈ રહ્યું છે. એક સીટ પર કોંગ્રેસના ઉમેદવારનું નિધન થવાના કારણે તેમજ બીજી સીટ પર અન્ય કારણોસર મતદાન રદ કરવામાં આવ્યું છે. હવે આ બંને સીટ પર 28 મેના દિવસે મતદાન થશે. કર્ણાટકમાં 4.98 કરોડથી વધારે મતદાતા છે અને 2600થી વધારે ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.