નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યું. માસિક રેડિયો કાર્યક્રમની આ 68મી શ્રેણી હતી. જેનું આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારણ થયું હતું. IT સોલ્યૂશન અને ઈનોવેશન મામલે ભારતની ટક્કરમાં દુનિયામાં કોઈ નથી. પીએમ મોદીનો આ ભરોસો દેશના યુવાઓ પર કઈ એમ જ નથી. તેમણે એ વાત જાણી છે, જોઈ છે અને પરખી છે. પીએમ મોદીએ આજે મન કી બાતમાં જણાવ્યું કે આ મહિનાની શરૂઆતમાં, દેશના યુવાઓ સામે એક app innovation challenge રાખવામાં આવી હતી. આ આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જમાં આપણા યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મન કી બાત: લોકલ રમકડાં માટે વોકલ થવાનો સમય આવી ગયો છે- PM મોદી 


તેમણે કહ્યું કે લગભગ 7 હજાર એન્ટ્રી આવી હતી. જેમાંથી લગભગ બે તૃતિયાંશ એપ્સ ટિયર 2, ટિયર-3 શહેરના યુવાઓએ બનાવી છે. આ આત્મનિર્ભર ભારત માટે, દેશના ભવિષ્ય માટે ખુબ જ શુભ સંકેત છે. તેમણે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત app innovation challenge ના પરિણામો જોઈને તમે જરૂર પ્રભાવિત થશો. ખુબ ચકાસણી કર્યા બાદ, અલગ અલગ કેટેગરીમાં લગભગ બે ડઝન એપ્સને એવોર્ડ અપાયા છે. તમે પણ આ એપ વિશે જરૂર જાણો. આવો તમને જણાવીએ કે પીએમ મોદીએ જે એપ્સ વિશે જણાવ્યું કે કઈ છે અને તમે તેના દ્વારા શું કરી શકો છો. 



Kutuki 
એક એપ છે કુટુકી કિડ્સ લર્નિંગ એપ. આ નાના બાળકો માટે ઈન્ટરેક્ટિવ એપ છે.  જેમાં ગીતો અને કહાનીઓ દ્વારા વાતવાતમાં જ બાળકો મેથ્સ, સાયન્સ અને ઘણું બીજુ શીખી શકે છે. જેમાં એક્ટિવિટી પણ છે અને રમત પણ છે. 



KOO 
એક માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એપ પણ છે. જેનું નામ છે કૂ -KOO કૂ. તેમાં આપણે આપણી માતૃભાષામાં ટેક્સ્ટ, વીડિયો અને ઓડિયો દ્વારા આપણી વાત રજુ કરી શકીએ છીએ, ઈન્ટરેક્ટ પણ કરી શકીએ છીએ. 


Ask સરકાર
એક એપ છે Ask સરકાર, જેમાં ચેટ બોક્સ દ્વારા તમે ઈન્ટરેક્ટ કરી શકો છો અને કોઈ પણ સરકારી યોજના અંગે યોગ્ય જાણકારી મેળવી શકો છો. તે પણ ટેક્સ્ટ, વીડિયો અને ઓડિયો ત્રણેય રીતથી. તે તમારી મદદ કરી શકે છે. 



Step set go
એક અન્ય એપ છે Step Set Go. જે ફિટનેસ એપ છે. તમે કેટલું ચાલ્યા, કેટલીક કેલરી બર્ન કરી અને એ તમામ હિસાબ આ એપ રાખે છે અને તમને ફિટ રહેવા માટે મોટિવેટ કરે છે.