Lok Sabha Election 2024: હાર-જીત છોડો... PM મોદીએ તો પોતાના મંત્રીઓને આગામી 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવાનું કહી દીધું
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં જીતને લઈને પીએમ મોદીને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે. તેમણે પોતાના મંત્રીઓને નવી સરકારના આગામી 100 દિવસના એન્જડા વિશે પૂછી લીધું છે.
નવી દિલ્હીઃ Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં જીતને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંપૂર્ણ પણે વિશ્વાસ છે. તેમણે પોતાના મંત્રીઓને નવી સરકારના આગામી 100 દિવસના એજન્ડા વિશે પૂછ્યું છે. કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓ અને નેતાઓને આગામી 5 વર્ષ માટે રોડમેપ તૈયાર કરવા માટે કહ્યું છે.
સૂત્રો પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મંત્રીઓને કહ્યું કે તે નવી સરકાર માટે પ્રથમ 100 દિવસ અને આગામી પાંચ વર્ષ માટે રોડમેપનો ડ્રાફ્ટ તૈયાર કરે. રવિવારે સવારે કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને પોત-પોતાના મંત્રાલયના સચિવો અને અન્ય અધિકારીઓ સાથે મળી ચર્ચા કરવાનું કહ્યું છે.
તેમણે મંત્રીઓને પૂછ્યુ કે 100 દિવસ અને આગામી પાંચ વર્ષના એજન્ડાને કઈ રીતે મજબૂતીથી લાગૂ કરી શકાય છે. આ બેઠક ચૂંટણી પંચ દ્વારા લોકસલભા ચૂંટણી 2024ના કાર્યક્રમની જાહેરાતના એક દિવસ બાદ યોજાઈ છે. કેબિનેટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને ચૂંટણી પંચની ભલામણ મોકલી સાત તબક્કામાં લોકસભાની ચૂંટણીની તારીખો સૂચિત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.
19 એપ્રિલે 102 સીટો પર પ્રથમ તબક્કાના મતદાન માટે પહેલા નોટિફિકેશન 20 માર્ચે જારી કરવામાં આવશે. નોટિફિકેશન જારી થવાની સાથે કોઈ વિશેષ તબક્કા માટે ઉમેદવારીની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.