ઓમર અબ્દુલ્લા બોલ્યા, કાશ્મીર બને અલગ દેશ, પીએમ મોદીએ કહ્યું - આવું બોલાવાની હિંમત કેવી રીતે થઈ
વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે, તેઓ તૃણુલ કોંગ્રેસના પ્રમુખ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, પૂર્વ વડા પ્રદાન એચ.ડી. દેવગૌડા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને એનસીપીના નેતા શરદ પવારને પણ પુછવા માગે છે કે, શું તેઓ ઓમર અબ્દુલ્લાના નિવેદનથી સહમત છે?
હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા પર કાશ્મીર માટે અલગ વડાપ્રધાન અંગેના કથિત રીતે તરફેણ કરતા નિવેદન આંગે સોમવારે નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસ અને મહાગઠબંધનની પાર્ટીઓના નેતાઓને પણ કહ્યું કે તેઓ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે. મોદીએ અહીં એક ચૂંટણી રેલી સંબંધતા જણાવ્યું કે, મીડિયામાં એવા સમાચાર આવ્યા છે કે, અબ્દુલ્લાએ કહ્યું છે કે કાશ્મીર માટે એક અલગ વડાપ્રધાન હોવો જોઈએ.
તેમણે સવાલ પુછ્યો કે, "હિન્દુસ્તાન કે લિએ દો પ્રધાનમંત્રી? શું તમે સહમત છો? કોંગ્રેસે જવાબ આપવો પડશે અને મહાગઠબંધનના તમામ સહયોગીઓએ પણ જવાબ આપવો પડશે. એવું તો કયું કારણ છે અને તેમની આવું બોલવાની હિંમત કેવી રીતે થઈ?"
ઓમર અબ્દુલ્લાનું વિવાદિત નિવેદનઃ "જમ્મુ-કાશ્મીરમાં આપણો અલગ PM હશે"
મોદીએ જણાવ્યું કે, તેઓ તૃણુલ કોંગ્રેસના પ્રમુખ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, પૂર્વ વડા પ્રદાન એચ.ડી. દેવગૌડા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને એનસીપીના નેતા શરદ પવારને પણ પુછવા માગે છે કે, શું તેઓ ઓમર અબ્દુલ્લાના નિવેદનથી સહમત છે? મોદીએ પોતાની શૈલીમાં કહ્યું ખે, "હં બંગાળની દીદીને પુછવા માગું છું, જે સૌથી વધુ હોબાળો મચાવે છે કે, શું તમે આ વાતથી સહમત છો?"
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરના બાંદીપોરામાં એક જનસભામાં અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, 'આજે આપણી ઉપર જાત-જાતના હુમલા થઈ રહ્યા છે અને નવા-નવા કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની ઓળખ મીટાવી દેવા માટે મોટી શક્તીઓ કામે લાગેલી છે. દેશના અન્ય રજવાડાઓ કોઈ પણ શરત વગર દેશમાં ભળી ગયા હતા. આપણે કહ્યું હતું કે, અમારી પોતાની અલગ ઓળખ હશે, અમારું પોતાનું બંધારણ હશે. એ સમયે આપણા પોતાના 'રાષ્ટ્રપતિ' અને 'વડાપ્રધાન' પણ રાખ્યા હતા. ઈન્શાઅલ્લાહ, તેને પણ આપણે પાછા લાવીશું.'