નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળના પહેલા મન કી બાત કાર્યક્રમમાં જળ સંરક્ષણ પર  ખાસ ભાર મૂક્યો. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં એક મોટો ભાગ દર વર્ષે જળ સંકટમાંથી પસાર થાય છે. તેનાથી બચવા માટે જળ સંરક્ષણની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું  કે અમને વિશ્વાસ છે કે અમે જનશક્તિ અને સહયોગથી આ સંકટનું સમાધાન કરી લઈશું. નવું જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. તેનાથી કોઈ પણ સંકટ માટે તત્કાળ નિર્ણય લઈ શકાશે. આ મહિનાની 22મી તારીખે હજારો પંચાયતોમાં તમામ લોકોએ જળ સંરક્ષમનો સંકલ્પ લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન પીએમ મોદીએ ઝારખંડના હજારી બાગના એક સરપંચનો સંદેશ પણ સંભળાવ્યો. સરપંચે કહ્યું કે પાણી સંરક્ષણ માટે પીએમ મોદીએ મને પત્ર લખ્યો તે વાત પર મને વિશ્વાસ જ નહતો થયો. પીએમ મોદીએ કહ્યું કે બિરસા મુંડાની ધરતી, જ્યાં પ્રકૃતિ સાથે તાલમેળ બેસાડવો સંસ્કૃતિનો ભાગ છે, ત્યાં હવે જાગરૂકતા શરૂ થઈ છે. મારી તરફથી તમામ સરપંચોને ખુબ ખુબ શુભકામના. પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છતા આંદોલનની જેમ જ લોકો હવે ગામડાઓમાં જળમંદિર બનાવવાની હોડમાં લાગ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ પંજાબ, રાજસ્થાન, તલંગણા, તામિલનાડુ, અને ઉત્તરાખંડમાં જળ સંરક્ષણના ઉપાયોની પણ ચર્ચા કરી. 


જળ સંરક્ષમ માટે 3 ભલામણ કરી
આ દરમિયાન પીએમ મોદીએ જળ સંરક્ષણને લઈને નાગરિકોને 3 ભલામણ કરી. પહેલી સ્વચછતાની જેમ જ જળ સંરક્ષમને પણ જન આંદોલનનું સ્વરૂપ આપો. બીજી, જળ સંરક્ષણના પ્રયોગોનો અભ્યાસ કરો. ત્રીજી, જળ સંરક્ષમની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી જાણકારીઓ શેર કરો. પીએમ મોદીએ જનશક્તિ ફોર જળશક્તિ હેશટેગ ચલાવવાની પણ અપીલ કરી. 


જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...