નવી દિલ્હીઃ  વિધાનસભાની ચૂંટણી બાદ દિલ્હીમાં પોતાની પ્રથમ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર હુમલો કર્યો હતો. પીએમે દિલ્હીના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલા કામો ગણાવતા શાહીન બાગનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સીલમપુર, જામિયા અને પછી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનની પાછળ ષડયંત્ર ગણાવતા કહ્યું કે, દિલ્હીને આ અરાજકતામાં ન છોડી શકાય બાકી કાલે અન્ય કોઈ રસ્તાને બંધ કરી દેવામાં આવશે. પીએમે સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માગવા અને બિહારની બસોને દિલ્હીમાં પ્રવેશ ન આપવાને લઈને પણ કેજરિવાલ પર નિશાન સાધ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહીન બાગ સંયોગ નહીં- પીએમ મોદી
દિલ્હીમાં ચૂંટણી સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, નાગરિકતા કાયદા વિરુદ્ધ સીલમપુર હોય, જામિયા અને શાહીન બાગમાં પ્રદર્શન હોય. આ પ્રદર્શન સંયોગ નથી, એક પ્રયોગ છે. તેની પાછળ રાજનીતિની એક એવી ડિઝાઇન છે જે રાષ્ટ્રની એકતાને ખંડિત કરવા ઈચ્છે છે. એક કાયદાનો માત્ર વિરોધ હોય તો સરકારના આશ્વાસન બાદ પૂરો થઈ જવો જોઈએ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ રમત રમી રહી છે. દેશના ટુકડે-ટુકડે કરવાના વિચાર ધરાવતા લોકોને આ લોકો બચાવી રહ્યાં છે. 


જવાનોએ કરી સર્જિકલ સ્ટ્રાઇક
પીએમ મોદીએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક પર અહીં દિલ્હીમાં આપણી સેના પર સવાલ કરનારા લોકો હતો. આ લોકો શંકા કરી રહ્યાં હતા કે આતંકીઓને ઘરમાં ઘુસીને માર્યા હતા કે નહીં. આ સાથે પીએમે કહ્યું કે, વિશ્વમાં ભારતની શક્તિને વધારવામાં બિહારના લોકોનું ઘણું યોગદાન રહ્યું છે. કેટલાક લોકો રાજનીતિ બદલવા આવ્યા હતા, તેનો નકાબ ઉતરી ગયો છે. 


હવે બેન્કમાં તમારા પૈસા ડૂબશે નહીં- પીએમ મોદી
વડાપ્રધાને ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું કે, અમે બેન્કોને મજબૂત કરી રહ્યાં છીએ, બેન્કોની સેવાઓ દેશના લોકો માટે વધુ સુવિધાનજક બનાવી રહ્યાં છીએ. બેન્કમાં જમા તમારા પૈસાને વધુ સુરક્ષા આપવા માટે ડિપોઝિટ પર ગેરંટી 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, જીએસટીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગની જરૂરીયાતની આશરે 99 ટકા વસ્તુ પર પહેલા જ ટેક્સ ઘટી ગયો છે. પહેલા સરેરાશ જીએસટી દર 14.4 ટકા હતો. હવે તેને ઘટાડીને 11.8 ટકા પર લાવવામાં આવ્યો છે. આ કારણે ગરીબો-મધ્યમ વર્ગના આશરે 2 લાખ કરોડ રૂપિયા વાર્ષિક બચી રહ્યાં છે. 

બજેટમાં મધ્યમ વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું- પીએમ
વડાપ્રધાને કહ્યું કે, આ બજેટમાં તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે મધ્યમ વર્ગના હાથમાં વધુ પૈસા બચે. નવો ટેક્સ સ્લેબ પણ લાવવામાં આવ્યો છે. આ સાથે પીએમે કહ્યું કે, ભાજપનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે, વ્યાપારીઓની મુશ્કેલી ઓછી થાય અને તે ખુલીને પોતાનું કામ કરે. 5 કરોડ સુધીના ટર્ન ઓવર વાળા વ્યાપારીઓને ઓડિટથી મુક્તિ મળશે. વ્યાપારીને ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર પરેશાન ન કરે, તેથી માનવીય દખલને પૂરી કરવામાં આવી રહી છે. વ્યાપારીઓ માટે ઘણા પગલા ભરવામાં આવ્યા છે. હવે દિલ્હી સહિત દેશના વ્યાપારીઓએ સીએને શોધવા પડશે નહીં.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...