Ayushman Bharat Yojana : આયુષ્યમાન ભારત યોજના હેઠળ વીમાનું કવર 10 લાખ અને મહિલાઓ માટે 15 લાખ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ સાથે સરકાર લાભાર્થીઓની સંખ્યા 55 કરોડને બદલે 100 કરોડ કરવા માગે છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજનાને સૌથી વધારે મહત્વ અપાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર સચીવોના એક સમૂહે આ મામલે સરકારમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે. વર્તમાનમાં આ યોજના 12.34 કરોડ પરિવારોને કવર કરે છે. જેમાં પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક કવર થાય છે. 30 જૂન સુધી આ યોજના હેઠળ 7.37 કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજના પાછળ સરકારે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 


વાહ! ગુજરાતની અમૂલ ડેરીએ અમેરિકા-ચીનને પછાડી બની દુનિયાની નંબર વન બ્રાન્ડ!


ભાજપાની આ યોજના એનડીએ સરકારની સફળતાની નિશાની છે. લોકસભા ચૂંટણીના ઘોષણા પત્રમાં સરકારે 70 વર્ષથી વધારે ઉંમરના લોકો સુધી આ યોજનાનું કવર વધારવા માટે વાયદો કર્યો છે. નવા રિપોર્ટ અનુસાર વાર્ષિક વીમા કવરની રાશિ વધારીને 10 લાખ અને મહિલાઓના કિસ્સામાં આ રકમ 15 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. તમને ખબર નહીં હોય પણ આયુષ્યમાન કાર્ડોમાં લગભગ 49 ટકા મહિલા લાભાર્થી છે. હોસ્પિટલમાં જે લાભ છે એ સંખ્યામાં પણ 48 ટકા મહિલાઓ છે. 


આ સિવાય લાભાર્થીઓની સંખ્યા 100 લાખ કરોડ કરવા માટે ખાનગી હોસ્પિટલમાં બેડોની સંખ્યા 4 લાખ સુધી વધારવાનો ટાર્ગેટ રખાયો છે. હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 7.22 લાખ બેડ છે. 


મંત્રાલયના સૂત્રો અનુસાર નીતિઆયોગના સદસ્ય વી કે પોલના અધ્યક્ષતામાં એક સમિતીની ભલામણોને આધારે પ્રસ્તાવોને ઔપચારિક રૂપ આપવામાં આવશે જેને નાણા મંત્રાલય અને મંત્રીમંડળ સામે મંજૂરી માટે મોકલવામાં આવશે.


દેશમાં નવું બિલ! હવે કાઝી નહીં પરંતુ સરકાર નિકાહનું રજિસ્ટ્રેશન કરશે...