બાગેશ્વર ધામ પહોંચ્યા પીએમ મોદીના ભાઈ, ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં કરી આ અરજી
Prahlad Modi At Bageshwar Dham: છત્તરપુરમાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં અવારનવાર દેશની મોટી હસ્તીઓ જોવા મળે છે. ઘણા અભિનેતાઓ પણ બાગેશ્વર ધામ દર્શન કરવા પહોંચે છે. તેવામાં તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પણ બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. બાગેશ્વર બાબાના દરબારમાં તેમણે માથું ઝુકાવી અને ભાજપ માટે આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચો:
અમરનાથ યાત્રાનો પ્રારંભ, ભક્તોને થશે બર્ફાની બાબાના પ્રથમ દર્શન, તમે પણ કરો ઘરબેઠાં
ભૂસ્ખલન થતાં બદ્રીનાથ હાઈવે બ્લોક, 10,000થી વધુ તીર્થયાત્રી ફસાયા, જુઓ તસવીરો
પતિએ કિન્નર સાથે કરી લીધા લગ્ન, પત્નીને ખબર પડી તો ભર્યું એવું પગલું, દંગ રહી જશો
ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે મુલાકાત પછી તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે તેમની કોઈપણ પ્રકારની રાજનૈતિક ચર્ચા નથી થઈ. સાથે જ તેમણે કહ્યું કે દરબારમાં તેમણે અરજી કરી છે કે 2024 ને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત મળે અને તેની જીત થાય. સાથે જ દેશનું માન સન્માન આવી જ રીતે વધતું રહે.
ધીરેન્દ્ર શાસ્ત્રી માટે પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી એક સંત છે અને તેમની સાથે તેમણે રાજનીતિના વિષય પર કોઈ ચર્ચા નથી કરી. પ્રહલાદ મોદીએ જણાવ્યું કે તેમને છત્તરપુર આવીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. તેમણે બધા સાથે સ્નેહથી મુલાકાત કરી. તેમણે કહ્યું કે અહીં બધા ઉપર બાગેશ્વર ધામની કૃપા છે.