PM Modi ની J&K ના નેતાઓ સાથે થવાની છે મહત્વની બેઠક, પણ આ પાર્ટીએ સામેલ થવાની ના પાડી
જમ્મુ અનેક કાશ્મીરના રાજકીય પક્ષોને પીએમ નરેન્દ્ર મોદી સાથે 24 જૂનની બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે. રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરના 14 રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રિત કરાયા છે. જેમાં રાજ્યના ચાર પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ છે. રાજધાની દિલ્હીમાં આ બેઠક યોજાશે.
શ્રીનગર: જમ્મુ અનેક કાશ્મીરના રાજકીય પક્ષોને પીએમ નરેન્દ્ર મોદી સાથે 24 જૂનની બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે. રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરના 14 રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રિત કરાયા છે. જેમાં રાજ્યના ચાર પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ છે. રાજધાની દિલ્હીમાં આ બેઠક યોજાશે.
અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને પણ આમંત્રણ
અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશ માટે ભવિષ્યના પગલા પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર બેઠકમાં આમંત્રિત કરવા નેતાઓનો સંપર્ક કર્યો. આમંત્રિત કરાયેલા નેતાઓમાં ચાર પૂર્વ મુખ્યમંત્રી- નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા, તેમના પુત્ર ઉમર અબ્દુલ્લા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તી સામેલ છે.
આ નેતાઓ થઈ શકે છે સામેલ
રાજ્યના ચાર પૂર્વ ડેપ્યુટી સીએમ કોંગ્રેસ નેતા તારાચંદ, પીપલ્સ પાર્ટીના નેતા મુઝફ્ફર હુસૈન બેગ અને ભાજપના નેતાઓ નિર્મલ સિંહ અને કવીન્દ્ર ગુપ્તાને પણ બેઠકમાં આમંત્રિત કરાયા છે. આ ઉપરાંત માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા મોહમ્મદ યુસુફ તારિગામી, જમ્મુ કાશ્મીર અપની પાર્ટી (JKAP) પ્રમુખ અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, જમ્મુ કાશ્મીર કોંગ્રેસ પ્રમુખ જી એ મીર, ભાજપના રવિન્દ્ર રૈના અને પેન્થર્સ પાર્ટીના નેતા ભીમ સિંહને પણ બેઠક માટે આમંત્રણ અપાયું છે.
ગૃહમંત્રી અમિત શાહ પણ રહેશે હાજર
આ બેઠક કેન્દ્ર દ્વારા ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવાની જાહેરાત અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેચણી કર્યા બાદ આ પ્રકારની પહેલી કવાયત હશે. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ પણ ભાગ લે તેવી સંભાવના છે. ઉમર અબ્દુલ્લાએ આ અંગે કહ્યું કે તેમને નિમંત્રણ મળ્યું છે અને તેઓ પાર્ટી પ્રમુખના નિર્દેશ પર ચાલશે.
AIP એ બેઠકમાં સામેલ થવાની ના પાડી
એન્જિનિયર રશીદની અવામી ઈતિહાસ પાર્ટી (AIP) એ 24 જૂનના રોજ પીએમ મોદી સાથે થનારી બેઠકમાં ભાગ લેવાની ના પાડી છે. અવામી ઈતિહાસ પાર્ટી (AIP) ના નેતા શીબન આશાએ કહ્યું કે સરકારે પાર્ટીના નેતા એન્જિનિયર રશીદને લગભગ અઢી વર્ષથી કેદ કરીને રાખ્યા છે. આથી તેમની પાર્ટી બેઠકમાં ભાગ લેવાની નથી. જ્યારે નેશનલ કોન્ફરન્સના સૂત્રોએ કહ્યું કે આગામી દિવસોમાં ફારુક અબ્દુલ્લા પાર્ટી નેતાઓ સાથે વિચાર વિમર્શ કરશે. પીડીપીના રાજકીય મામલાઓની સમિતિની પણ આજે બેઠક થશે જેમાં આ અંગે નિર્ણય લેવાશે.
'અમને આઝાદી અને લોકશાહી પર પ્રવચનો આપશો નહીં', પ્રસાદે સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી આપી
લાંબા સમયથી થઈ રહી હતી માગણી
ભાજપે શનિવારે કહ્યું કે તેને વિશ્વાસ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ માટે ભવિષ્યની કામગીરી પર ચર્ચા કરવા દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે બેઠક માટે આમંત્રિત જમ્મુ અને કાશ્મીરના તમામ નેતાઓ મહત્વપૂર્ણ વિચાર વિમર્શમાં ભાગ લેશે. આમંત્રિત લોકોમાં સામેલ ભાજપના જમ્મુ કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે પ્રધાનમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી બેઠક વિભિન્ન રાજકીય પક્ષોના પ્રમુખોની ઈચ્છા મુજબ છે. જે તેમની પાસે સમય માંગી રહ્યા હતા અને લાંબા સમયથી આ પ્રકારની બેઠકની માગણી કરી રહ્યા હતા.
Assam: બેથી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં, CM સરમાની મોટી જાહેરાત
પ્રધાનમંત્રીની પહેલનું સ્વાગત
જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોએ સર્વપક્ષીય બેઠક બોલાવવાની પ્રધાનમંત્રીની પહેલનું સ્વાગત કર્યું છે અને કહ્યું કે વાતચીત જ આગળનો રસ્તો છે. જ્યાં એકબાજુ આ બધી પ્રક્રિયા ચાલુ છે ત્યાં સરકારે મહેબુબા મુફ્તીના કાકા સરતાજ મદનને નજરકેદમાંથી આઝાદ કર્યા છે. જેને આ બેઠકને લઈને કેન્દ્રનું મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે. બધુ મળીને પ્રધાનમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકની વાત સામે આવતા જ જમ્મુ કાશ્મીરમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એવું લાગે છે કે આગામી દિવસોમાં રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વધુ જોર પકડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube