નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક કરશે. જો કે વિપક્ષી દળો આ બેઠકમાં સામેલ થશે કે નહીં તે તસવીર હજુ પણ સ્પષ્ટ થઈ નથી. વિપક્ષી નેતા સંસદમાં મુલાકાત બાદ આ બેઠકમાં સામેલ થવા પર અંતિમ નિર્ણય લઈ શકે છે. મળતી માહિતી મુજબ બેઠક સાંજે 6 વાગે યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષી દળો લેશે નિર્ણય
પ્રધાનમંત્રી મોદી આ બેઠકમાં કોરોના વિરુદ્ધ સરકારની રણનીતિ અને રસીકરણ ડ્રાઈવ અંગે વિપક્ષી નેતાઓને જાણકારી આપી શકે છે. આ સાથે જ મહામારી સામે લડવામાં કારગર રહેનાર સૂચનો પણ લેવામાં આવી શકે છે. ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. વિપક્ષી દળોના તમામ નેતાઓ મળીને બેઠકમાં સામેલ થવું કે નહીં તેના પર અંતિમ નિર્ણય લેશે. 


સત્રની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આ સત્ર કોરોના સહિત અન્ય જરૂરી મુદ્દાઓ પર ચર્ચા માટે સાર્થક મંચ સાબિત થશે, કારણ કે જનતા અનેક મુદ્દાઓ પર જવાબ ઈચ્છે છે. તેમણે કહયું કે આ માટે સરકાર પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. પ્રધાનમંત્રીએ બંને સદનોના નેતાઓને મંગળવારે સાંજનો થોડો સમય કાઢવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું કે તેઓ મહામારી અંગે તમામ વિસ્તૃત જાણકારી પણ આપવા માંગે છે. 


Shilpa Shetty મુશ્કેલીમાં!, જો Raj Kundra દોષિત ઠરે તો આ કડક સજા થઈ શકે, પોર્નોગ્રાફી કેસમાં થઈ છે ધરપકડ


સંસદમાં સાર્થક ચર્ચાની કરી અપીલ
પીએમ મોદીએ રસી લગાવનારાઓને બાહુબલી ગણવ્યા અને કહ્યું કે અત્યાર સુધીમાં 40 કરોડ લોકોને કોરોનાની રસી મળી ચૂકી છે અને આગળ પણ આ સિલસિલો ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કોરોના એક એવી મહામારી છે જેણે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લીધુ છે. સમગ્ર માનવજાતિને તેણે ઝપેટમાં લીધી છે. આથી અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં આ મહામારી અંગે સાર્થક ચર્ચા થાય. 


પ્રધાનમંત્રીએ કહ્યું કે સાર્થક ચર્ચાથી સાંસદોના અનેક સૂચનો મળશે અને મહામારી વિરુદ્ધ લડતમાં ઘણી નવીનતા આવી શકે છે. તેમણે કહ્યું કે કેટલીક ઉણપ રહી ગઈ હોય તો તેમાં પણ સુધારો થઈ શકે છે. આ લડતમાં બધા સાથે મળીને આગળ વધી શકે છે. મેં સદનમાં તમામ નેતાઓને આગ્રહ  કર્યો છે કે મંગળવારે સાંજે જો તેઓ સમય કાઢે તો મહામારી અંગે વિસ્તૃત જાણકારી તેમને પણ આપવા માંગુ છું. 


7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર, મોંઘવારી ભથ્થા બાદ હવે થશે આ ફાયદો!


પ્રધાનમંત્રીએ  કહ્યું કે કોરોના મહામારીના મુદ્દે તેઓ તમામ મુખ્યમંત્રીઓ અને અન્ય મંચો ઉપર પણ લોકો સાથે ચર્ચા કરે છે. હાલમાં જ તેમણે 6 રાજ્યોના સીએમ સાથે આ મુદ્દે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા  ચર્ચા કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube