નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe biden) સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદી અને બાઇડેન વચ્ચે વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાએ ભારતમાં કોવિશીલ્ડના ઉત્પાદન માટે તત્કાલ કાચો માલ આપવાનું કહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક મહામારીના આ સંકટમાં અમેરિકા પણ ભારતની મદદ માટે આગળ આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રી વચ્ચે વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ભારતમાં ઓક્સિજનની અછત છે. રિપોર્ટ અનુસાર બન્ને વચ્ચે વેન્ટિલેટર્સ અને ઓક્સિજનના મુદ્દા પર પણ ચર્ચા થઈ છે. 


અમેરિકા ભારતને વેન્ટિલેટર્સ પીપીઈ કિટ્સ, રેપિડ ડાયગનોસ્ટિક ટેસ્ટ કિટ્સ વગેરે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. મહત્વનું છે કે રવિવારે ભારતીય એનએસએ અજીત ડોભાલ અને અમેરિકાના એનએસએ જેક સુલિવને વાત કરી હતી. ત્યારબાદ અમેરિકાએ રસી માટે કાચો માલ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું હતું. આ સાથે કોરોના સામે લડવા માટે જરૂરી મેડિકલ સાધનો આપવાની જાહેરાત કરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube