નવી દિલ્હી: ભાજપ (BJP) સંસદીય દળની બેઠક હવે થોડીવાર સંસદ (parliament) માં થવાની છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આ બેઠકને સંબોધિત કરી શકે છે. પીએમ મોદી બેઠકમાં જનતા સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવવા અંગે ચર્ચા કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં સોમવારે પીએમ મોદીએ રાજ્યસભાના ઐતિહાસિક 250મા સત્ર દરમિયાન સંસદના ઉચ્ચ સદનને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે રાજ્યસભાના 250મા સત્ર દરમિયાન અહીં ઉપસ્થિત બધા સાંસદોને શુભેચ્છા પાઠવું છું. 250મા સત્રોની આ જે યાત્રા ચાલી છે, તેમાં જે-જે સાંસદોએ યોગદાન આપ્યું છે તે બધા અભિનંદનને પાત્ર છે. હું તેમનો આદરપૂર્વક સ્મરણ કરું છું 


પીએમ મોદીએ કહ્યું કે '250 સત્ર એક વિચાર યાત્રા રહી. સમય બદલાતો ગયો, પરિસ્થિતિઓ બદલાતી ગઇ અને આ સદનમાં બદલાયેલી પરિસ્થિતિઓને આત્મસાત કરતાં પોતાનામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube