નવી દિલ્હી: દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગે રાજૌરી પહોંચ્યા. અહીં એલઓસી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકો સાથે દીવાળીનો તહેવાર ઉજવશે. આ વખતે વડાપ્રધાન સતત છઠ્ઠા વર્ષે સૈનિકો સાથે દિવાળી ઉજવશે. ખાસ વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યાં છે. આ અગાઉ તેમણે આજે દિવાળીના અવસરે સવારે દેશવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીની 'મન કી બાત': એક્તાની વાત કરીને વડાપ્રધાને રામ જન્મભૂમિના ચુકાદાનો કર્યો ઉલ્લેખ


વર્ષ 2018માં પીએમ મોદીએ ભારત ચીન સરહદે તૈનાત આઈટીબીપીના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દૂર દૂરના વિસ્તારોમાં બર્ફિલા પહાડો પર ડ્યૂટી કરવાની તેમની લગન રાષ્ટ્રની તાકાતને વધુ મજબુત બનાવે છે. ભારત ચીન સરહદે હર્ષિલ છાવણી વિસ્તારમાં જવાનોને શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાને કહ્યું કે તેઓ પોતાની પ્રતિબદ્ધતા અને અનુશાસન દ્વારા 125 કરોડ ભારતીયોના સપના તથા ભવિષ્ય સુનિશ્ચિત કરે છે અને લોકોમાં સુરક્ષા અને નિડરતાના ભાવ પેદા કરવામાં મદદ કરે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...