વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા. આ સાથે નવી કેબિનેટે પણ શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સખ્યા 72 છે જેમાં 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ છે. આ બધા વચ્ચે આજે નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક લોક કલ્યાણ માર્ગ પર સ્થિત પીએમ આવાસ પર આજે સાંજે 5 વાગે યોજાઈ. જેમાં એક મહત્વનો નિર્ણય પણ લેવાયો. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
મોદી કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય લેવાયો છે તે મુજબ પીએમ આવાસ યોજનાને વધુ એક્સ્ટેન્ડ કરવામાં આવી છે. એવું સામે આવ્યું છે કે પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘર બનાવવામાં આવશે. આ અગાઉ 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. સોમવારે પીએમ મોદીની કેબિનેટની પહેલી બેઠક યોજાઈ. જેમાં આ નિર્ણય લેવાયો છે. 


અત્રે જણાવવાનું કે 10 વર્ષમાં 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેનારા 3 કરોડ વધુ પરિવારને તેમના ઘર બનાવવામાં મદદ આપવાના નિર્ણયની જાહેરાત કરી છે. હવે મોદી કેબિનેટના આ પહેલા નિર્ણય બાદ દેશમાં 3 કરોડ વધુ ઘર બનશે જેમાં અનેક પાયાની સુવિધાઓ હશે. પીએમ મોદીએ પોતાના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ મોટા નિર્ણય લીધા છે. કેબિનેટ બેઠક  પહેલા તેમણે કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને જારી કરવાનો આદેશ આપ્યો હતો.