PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના `ખાસ` મિત્ર મોટી મુશ્કેલીમાં, જાણો શું થયું?
ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) બુધવારે સામાન્ય ચૂંટણી (Israel election result 2019)માં સરકાર બનાવવા માટે જરૂરી બહુમતથી દૂર જોવા મળી રહ્યાં છે.
તેલ અવીવ: ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) બુધવારે સામાન્ય ચૂંટણી (Israel election result 2019)માં સરકાર બનાવવા માટે જરૂરી બહુમતથી દૂર જોવા મળી રહ્યાં છે. તેનાથી એ શંકા પેદા થઈ છે કે શું તેઓ એક દાયકાથી વધુ સમય સુધીની સત્તા પરની પોતાની પક્કડ યથાવત રાખી શકશે કે નહીં. જાણકારો માને છે કે નેતન્યાહૂ જો સત્તામાંથી બેદખલ થાય તો તેની અસર ભારત-ઈઝરાયેલાના સંબંધો ઉપર પણ જોવા મળી શકે છે. નેતન્યાહૂના કાર્યકાળમાં ઈઝરાયેલ(Israel)એ અનેક અવસરે ખુલીને ભારતનો સાથ આપ્યો છે. આ સાથે જ ભારતે ઈઝરાયેલ સાથે અનેક મોટી સંરક્ષણ ડીલ પણ કરેલી છે. નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વચ્ચે સારો એવો તાલમેળ છે. આંતરરાષ્ટ્રીય મંચો પર બંને નેતાઓ અનેકવાર પોતાની ગાઢ મિત્રતા પ્રદર્શિત કરી ચૂક્યા છે.
હારિત્ઝ અખબારે કેન્દ્રીય ચૂંટણી સમિતિના હવાલે કહ્યું કે 91 ટકા મતગણતરી થયા બાદ નેતન્યાહૂની મધ્ય-દક્ષિણી લિકુડ પાર્ટીને 31 બેઠકો મળી છે. જ્યારે તેના મુખ્ય હરિફ બેન્ની ગેંટ્સની બ્લુ એન્ડ વ્હાઈટ પાર્ટીને 32 બેઠકો મળી છે. બંને પક્ષો દક્ષિણપંથી સમૂહ અને મધ્યમાર્ગી તથા ડાબેરી સમૂહ 120 સભ્યોની સંસદમાં સરકાર બનાવવ માટે જરૂરી 61 બેઠકોથી દૂર છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને જોતા આ પરિણામ મધ્યપૂર્વ ઉપર ઘણો મોટો પ્રભાવ પાડી શકે છે.
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...