INS Vikrant: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું. INS વિક્રાંતની ખાસ વાત એ છે કે તે એક સ્વદેશી યુદ્ધજહાજ છે. જેને 2009માં બનાવવાનું શરૂ કર્યું હતું. હવે તે 13 વર્ષ બાદ નેવીને મળ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ નેવીના નવા લોગો (Ensign) નું પણ અનાવરણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં ભારતનો જુસ્સો બુલંદ છે. INS વિક્રાંત માત્ર યુદ્ધજહાજ નથી પરંતુ તમામ ભારતીયોનું ગૌરવ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વદેશી INS વિક્રાંત
સમુદ્ર પર તરતો અભેદ કિલ્લો છે આ INS વિક્રાંત. દરિયાનો બાદશાહ....પીએમ નરેન્દ્ર મોદીએ આજે સવારે કોચીના કોચીન શિપયાર્ડ લિમિટેડમાં તેને નેવીને સમર્પિત કર્યું. આઈએનએસ વિક્રાંતની ડિઝાઈન અને નિર્માણ, બધુ ભારતમાં જ કરાયું છે. પીએમ મોદીએ આ સાથે નેવીના નવા ફ્લેગનું પણ અનાવરણ કર્યું જે બ્રિટિશ રાજના પડછાયાથી દૂર છે. એકબાજુ તિરંગો અને બીજી બાજુ અશોકસ્તંભ છે. આ અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને અન્ય હસ્તીઓ પણ હાજર રહ્યા.


વિરાટ, વિશિષ્ટ અને વિશેષ છે INS વિક્રાંત
પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે કેરળના સમુદ્રના તટ પર સમગ્ર ભારત એક નવા ભવિષ્યના સૂર્યોદયનું સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું કે વિક્રાંત વિશાળ છે, વિરાટ છે, વિહંગમ છે. વિક્રાંત વિશિષ્ટ છે, વિક્રાંત વિશેષ પણ છે. વિક્રાંત માત્ર એક યુદ્ધ જહાજ જ નહીં પરંતુ તે 21મી સદીના  ભારતનો પરિશ્રમ, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. કેરળના સમુદ્રી તટ પર સમગ્ર ભારત એક નવા ભવિષ્યના સૂર્યોદયનું સાક્ષી બની રહ્યું છે. INS વિક્રાંત પર થઈ રહેલું આયોજન વિશ્વ ક્ષિતિજ પર ભારતના બુલંદ થતા જુસ્સાની હુંકાર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube