નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal)  સહિત 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના યોજાયેલી ચૂંટણીના (Assembly Election Results 2021)  પરિણામો આવી આવી રહ્યાં છે. ટ્રેન્ડ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી (TMC) ને શાનદાર જીતવ મળી રહી છે. પરંતુ નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના નેતા સુભેંદુ અધિકારીએ તેમને 1622 મતે પરાજય આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળે દેશ બચાવી લીધો. મમતાએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, કોરોનાને જોતા વિજયી જૂલુસ ન કાઢવામાં આવે. કોરોના નિયંત્રણ પહેલી પ્રાથમિકતા છે. નંદીગ્રામમાં ચૂંટણી હારવા પર મમતાએ કહ્યુ કે, નંદીગ્રામ વિશે ચિંતા ન કરો. નંદીગ્રામના લોકો જે જનાદેશ આપશે, હું તેનો સ્વીકાર કરુ છું. મારો કોઈ વિરોધ નથી. અમે 221થી વધુ સીટો જીતી અને ભાજપ ચૂંટણી હારી ગયું છે. 

West bengal Election Results 2021: Mamata Banerjee ની જીતથી ગદગદ વિપક્ષ, અખિલેશે કહ્યું- BJP ને મળ્યો મહિલાના અપમાનનો જવાબ


બંગાળમાં ટીએમસીની જીત પર પીએમ નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે પશ્વિમ બંગાળમાં જીત માટે મમતા દીદીને શુભેચ્છા. કેંદ્રના લોકોની આકાંક્ષાઓને પુરી કરવા માટે કોરોના મહામારીને દૂર કરવા માટે પશ્વિમ બંગાળ સરકારને દરેક સંભવ સમર્થન આપવાનું ચાલુ રાખશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube