નવી દિલ્હી: દેશમાં રોકેટગતિએ વધી રહેલા કોરોના કેસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 4 વાગે કોવિડની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક કરશે. આ બેઠકમાં તેઓ કોવિડની હાલની પરિસ્થિતિઓ પર ચર્ચા વિચારણા કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, દેશમાં આજે દોઢ લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થતા ચિંતા વધારી છે. જોકે દેશના ઘણા રાજ્યોમાં કોરોનાને અંકુશમાં લાવવા માટે કડક નિયંત્રણો લાવવામાં આવ્યા છે, પરંતુ સંક્રમણ રોકાવાના બદલે વધી રહ્યું છે.


નોંધનીય છે કે છેલ્લાં 24 કલાકમાં 1,59,653 નવા કોરોનાના નવા કેસ નોધાયા છે. તે દરમિયાન 40,863 લોકો સ્વસ્થ્ય થયા છે અને 327 લોકોના મોત નિપજ્યા છે. વર્તમાન સ્થિતિમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 5,90,611 છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,44,53,603 લોકો સ્વસ્થ્ય થઈને કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે અને દેશમાં કુલ 4,83,790 લોકોના મોત થયા છે. દેશમાં પોઝિટિવિટી રેટની વાત કરીએ તો 10.21% પર પહોંચ્યો છે. પહેલા અને બીજા ડોઝની રસીની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 151.58 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું હતું.


જ્યારે દિલ્હીમાં કોરોના દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના 20 હજાર 181 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે શુક્રવારે આ આંકડો 17,335 હતો. જ્યારે પોઝિટિવિટી રેટમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ વધીને 19.60 ટકા પહોંચી ગઈ છે. જે શુક્રવારે 17.73 ટકા હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી 7 દર્દીઓના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube