પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રોજગાર મેળા હેઠળ 71 હજાર યુવાઓને અપોઈન્ટમેન્ટ લેટર આપ્યા. પીએમ મોદી કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા. કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ રાજ્યોથી જોડાયા હતા. ગુજરાત અને હિમાચલને બાદ કરતા આ પ્રોગ્રામ સમગ્ર દેશના 45 શહેરોમાં થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે મહામારી અને યુદ્ધ વચ્ચે દુનિયાભરના યુવાઓ સામે નવી તકોનું સંકટ છે. આવા સમયમાં ઈકોનોમિસ્ટ અને એક્સપર્ટ્સ કહે છે કે ભારત પાસે આર્થિક ક્ષમતા પ્રદર્શિત કરવા માટે અને નવી તકોને પ્રોત્સાહન આપવા માટે સોનેરી તક છે. ભારત આજે સર્વિસ એક્સપોર્ટના મામલે વિશ્વની એક મોટી શક્તિ બની ગયું છે. હવે એક્સપર્ટ ભરોસો જતાવી રહ્યા છે કે ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ પણ બનશે. 


આ સાથે જ પ્રધાનમંત્રી કર્મયોગી પ્રારંભ મોડ્યુઅલ પણ શરૂ કરવામાં આવ્યું. આ મોડ્યુલ હેઠળ સરકારી વિભાગોમાં તમામ નવી નિયુક્તિઓ માટે એક ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ હશે. કર્મયોગી ભારત ટેક્નોલોજી પ્લેટફોર્મમાં અનેક ઓનલાઈન કોર્સ છે, તેનાથી અપસ્કિલિંગમાં ઘણી મદદ મળશે. તેમાં સરકારી કર્મચારીઓ માટે આચાર સંહિતા, કાર્યસ્થળ નૈતિકતા અને અખંડિતતા, માનવ સંસાધન નીતિઓ અને અન્ય લાભ સામેલ હશે. જે તેમને નીતિઓ અને નવી ભૂમિકાઓને નિભાવવામાં મદદ કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube