ઝી મીડિયા/બ્યૂરો :સંત રવિદાસ જયંતીના પ્રસંગે આજે બુધવારે પીએમ નરેન્દ્ર મોદી દિલ્હીના કરોલ બાગ સ્થિત ગુરુ રવિદાસ વિશ્રામ ધામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે શબ્દ કીર્તનમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ હાથમાં મંજીરા લઈને કીર્તનમાં ભાગ લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાં પહોંચ્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલા સંત રવિદાસના દર્શન કર્યા હતા. તેના બાદ તેઓ મંદિરમા હાજર શ્રદ્ધાળુઓને મળ્યા હતા. બાદમા પીએમ મોદી શબ્દ કીર્તનમાં સામેલ થયા હતા. 



ઉલ્લેખનીય છે કે, સંત રવિદાસનો જન્મ 16 મી શતાબ્દીમા યુપીના વારાણસીમા થયો હતો. તેઓ એક સમાજ સુધારક હતા. તેમણે અછૂત રિવાજનો વિરોધ કર્યો હતો. જોકે, તેમણે સમાજ માટે કામ કરતા ક્યારેય પોતાનો વ્યવસાય છોડ્યો ન હતો. તેઓ હંમેશા કહેતા કે, લોકોએ ક્યારેય પોતાના કર્મને છોડવો ન જોઈએ. સંત રવિદાસે ‘મન ચંગા તો કઠૌતી મે ગંગા’ જેવો સંદેશ પણ આપ્યો હતો.


પંજાબ અને યુપીમાં સંત રવિદાસના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામા છે. તેઓ રવિદાસ અથવા રૈદાસના નામથી લોકોમાં પ્રખ્યાત હતા. પીએમ મોદીનું સંત રવિદાસના મંદિરમા જવુ વિધાનસભા ચૂંટણી સાથે જોડીને પણ જોવામાં આવે છે.