NDA Meeting: પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુંકે, સાંસદો વિપક્ષી પાર્ટીઓના ષડયંત્રનો ભોગ ના બને. તમને વિપક્ષવાળા મંત્રી પદ આપવાની ઓફરો કરશે. ખોટા ષડયંત્રમાં ના ફસાતા. હું દેશની આશા અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પુરી કરવાનો પુરો પ્રયાસ કરીશ. દેશને આગળ લઈ જવામાં હું કોઈ કસર નહીં છોડું. 10 વર્ષ બાદ પણ કોંગ્રેસ 100ના આંકડા સુધી નથી પહોંચી. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીની બધી સીટો ભેગી કરશે તો પણ કોંગ્રેસ અમારી આ વખતની જીત કરતા ઘણી પાછળ રહી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર ચલાવવા બહુમત જોઈએ પણ દેશ ચલાવવા સર્વમતઃ PM મોદી
PM મોદીએ જણાવ્યુંકે, સરકાર ચલાવવા માટે બહુમત જરૂરી છે. પણ દેશ ચલાવવા માટે સર્વમત હોવો જોઈએ. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છુંકે, અમે સર્વમતનું ધ્યાન રાખીશું અને દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં રાખીએ. આઝાદીના 75 વર્ષ થઈ ચુક્યા છે એનડીએને. ભારતના ઈતિહાસમાં એનડીએ સૌથી મોટું પ્રીપોલ એલાયન્સ છે. અત્યાર સુધીની આ સૌથી સફળ એલાયન્સ છે. આ એક ઓર્ગેનિક એલાયન્સ છે. આ માત્ર સરકાર કે સત્તા ચલાવવાનો જમાવડો નથી. આ રાષ્ટ્ર પ્રથમ નેશનલ ફસ્ટની ભાવનાવાળો સમૂહ છે. હું ગુજરાતમાં હોવ, ચંદ્રાબાબુ આંધ્રમાં હોય તે નીતિશકુમાર બિહારમાં હોય અમારા બધાના મનમાં ગરીબોનું કલ્યાણ છુપાયેલું છે. એટલે જ આજે અમે બધા ભેગા થઈને દેશના ગરીબોનું કલ્યાણ કરવા એકઠાં થયા છીએ. 


હવે કેમ EVM નું નામ નથી લેતા વિરોધીઓ?
પ્રધાનમંત્રી મોદીએ સંસદભવનમાં પોતાના ભાષણમાં જણાવ્યુંકે, ચૂંટણીના પરિણામો આવતા હતા ત્યારે હું કોઈકને પૂછતો હતો કે ઈવીએમ ચાલુ છેકે નહીં. કેમકે, પહેલાં વિરોધીઓ ઈવીએમને ગાળો આપતા હતાં. ચૂંટણીના પરિણામો આવ્યાં ત્યારે વિરોધીઓ ચુપ થઈ ગયા. દેશના લોકતંત્રની આ તાકાત છે. ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ કામ કરવામાં આવ્યું અને પહેલાં પણ એ જ રીતે કામ થતું હતું. પરંતુ વિરોધીઓ એમના કામમાં ખોટી રીતે રુકાવટ નાંખતા હતાં. જોકે, પરિણામો આવ્યાં બાદ હવે વિરોધીઓ ઈવીએમનું કોઈ નામ લેતાં નથી. વિરોધીઓ ચૂંટણીની પ્રક્રિયા, ચૂંટણીપંચને બદનામ કરવા માંગતા હતા, પણ દેશ તેમને માફ નહીં કરે. 


આધુનિકતા વિરોધી છે ઈન્ડિ ગઠબંધન:
પીએમ મોદીએ જણાવ્યુંકે, ઈન્ડિ ગઠબંધનને હું કહું છુંકે, તેઓ નાની વિચારધારાવાળા છે. તે લોકો ટેકનોલોજીના વિરોધી છે. ડિજિટલ પેમેન્ટ, આધાર, ઈવીએમ, બધાનો આ લોકો વિરોધ કરે છે. આ ગઠબંધન પ્રગતિ, ટેકનોલોજી અને આધુનિકતાના વિરોધી છે. તેઓ ગરીબને ગરીબ જ રાખવા માંગે છે. હું દુનિયામાં લોકતંત્રની વાહવાહી કરું છું અને આ લોકો વિરોધીઓ દુનિયામાં ઢોલ પીટે છેકે, અમારે ત્યાં લોકતંત્ર જેવું કંઈ નથી. અહીં તો ચા વેચવાવાળો પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી ગયો છે. આ શરમની વાત છે. દેશની જનતાને ચૂંટણી પ્રક્રિયાને લઈને ભડકાવે છે આ લોકો. ભારતના લોકતંત્રની વ્યવસ્થાને આ લોકો ખરાબ કહીને દેશને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.


સામાન્ય માણસના જીવનમાંથી સરકારી દખલ ઓછી થવી જોઈએઃ
પીએમ મોઆગામી 10 વર્ષમાં એનડીએના શાસનમાં અમે..ગુડ ગર્વનન્સ, વિકાસ, ક્વાલિટી ઓફ લાઈફ..મારું સપનું છેકે, સામાન્ય માનવીના જીવનમાં મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગના જીવનમાં સરકારની દખલ જેટલી ઓછી થશે તેટલું લોકતંત્ર મજબૂત બનશે. આજે ટેકનોલોજીના યુગમાં આ સહેલું સરળ બની શકશે. અમે વિકાસનો નવો અધ્યાય લખીશું. બધા સાથે મળીને વિકસીત ભારતના સપનાને સાકાર કરીને રહીશું. કોઈપણ દળનો પ્રતિનિધી હશે સંસદમાં મારા માટે બધા જ એક સમાન છે. ભલે તે વિરોધ પક્ષના પણ કેમ ના હોય. અપના પરાયા કુછ નહીં હૈ...બધાને ગળે લગાવીએ છીએ અમે. એટલે જ અમે જનતાનો જનમત મેળવ્યો છે. આ એનડીએનો મહા વિજય છે.