PM મોદીએ જાપાનના પીએમ કિશિદાને આ ખાસમખાસ ભેટ આપી, ખાસ જાણો તેની ખાસિયત
કિશિદા બપોરે 3.40 વાગે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારત પહોંચ્યા. જાપાન સરકારના પ્રમુખ તરીકે તેમનો આ પહેલો ભારત પ્રવાસ છે. આ અંગે પીએમ મોદી કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી જાપાનની સાથે મિત્રતાને મજબૂતાઈ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને કિશિદા વચ્ચે દિલ્હીમાં સાર્થક વાતચીત થઈ. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના ઉપાયો પર વિચાર વિમર્શ કર્યો.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતના અધિકૃત પ્રવાસે આવેલા જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને 'કૃષ્ણ પંખી' ભેટમાં આપી. તે ચંદનના લાકડાનું બનેલું છે અને તેના કિનારા પર કલાત્મક આકૃતિઓના માધ્યમથી ભગવાન કૃષ્ણની વિભિન્ન મુદ્રાઓને દર્શાવવામાં આવી છે.
રાજસ્થાનમાં થઈ આવી કારીગરી
અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે પંખીને પંરપરાગત ઉપકરણો દ્વારા નક્શીકામ કરવામાં આવી છે અને તેના શીર્ષ પર હાથથી નક્શીકારી કરીને તૈયાર કરાયેલી મોરની આકૃતિ છે જે ભારતનું રાષ્ટ્રીય પંખી છે. આ કૃષ્ણ પંખીનું નિર્માણ રાજસ્થાનના ચૂરુમાં કુશળ કારીગરોએ કર્યું છે.
શુદ્ધ ચંદનના લાકડાની બનાવટ
આ કલાકૃતિ શુદ્ધ ચંદનના લાકડાની બનેલી છે જે મુખ્ય રીતે ભારતના દક્ષિણી ભાગોના જંગલોમાં મળે છે.
કિશિદાનો પહેલો ભારત પ્રવાસ
કિશિદા બપોરે 3.40 વાગે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારત પહોંચ્યા. જાપાન સરકારના પ્રમુખ તરીકે તેમનો આ પહેલો ભારત પ્રવાસ છે. આ અંગે પીએમ મોદી કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી જાપાનની સાથે મિત્રતાને મજબૂતાઈ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને કિશિદા વચ્ચે દિલ્હીમાં સાર્થક વાતચીત થઈ. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના ઉપાયો પર વિચાર વિમર્શ કર્યો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube