જયપુરઃ આ વખતનો ભારતનો ગણતંત્ર દિવસ ખાસ છે.. કેમ કે, આ ગણતંત્ર દિવસ પર વિશેષ અતિથિ તરીકે ભારતના વર્ષો જૂના અને ખાસ મિત્ર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ભારત આવ્યા છે.. જયપુરમાં ઈમેન્યુઅલ મેક્રોનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.. એટલું જ નહીં પ્રધાનમંત્રી મોદી સાથે મેક્રોને જયપુરમાં ભવ્ય રોડ શો પણ કર્યો. ત્યારબાદ બંને નેતાઓએ ચાય પે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ અહીં યુપીઆઈથી પેમેન્ટ પણ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયપુર પહોંચ્યા હતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ
જી હાં, દરેક મોરચે ભારતનો સાથ આપનાર ફ્રાંસના રાષ્ટ્રપતિ આ વખતે ભારતની મેજબાની માણવા આવ્યા છે.. રાજસ્થાનના જયપુર એરપોર્ટ ખાતે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.. પરકોટે સ્થિત રાજસ્થાનના પ્રખ્યાત જંતર મંતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કર્યું.. એકબીજા સાથે હાથ મિલાવીને પ્રધાનમંત્રી મોદી અને મેક્રોન ગળે પણ મળ્યા.. ત્યાર બાદ બંને નેતાઓએ ઐતિહાસિક જંતર મંતરનું અવલોકન કર્યું અને જંતર મંતરના ઈતિહાસ વિશે જાણ્યું.. 



પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિનો રોડ શો
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને જંતર મંતરથી હવા મહેલ સુધી રોડ શો પણ કર્યો.. રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ખુલી જીપમાં જોવા મળ્યા.. બંને નેતાઓએ હાથ હલાવીને રસ્તાની બંને તરફ ઊભેલા લોકોનું અભિવાદન સ્વીકાર્યું.. પ્રધાનમંત્રી મોદી અને મેક્રોનને જોવા માટે મોટી સંખ્યામાં રોડની બંને તરફ લોકો ઉપસ્થિત હતા.. લોકોએ મોદી મોદીના નારા પણ લગાવ્યા અને બંને નેતાઓ પર ફૂલોની વર્ષા કરી..


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્ર મેક્રોનને હવા મહેલની ખાસિયતો વિશે માહિતી આપી.. એટલું જ નહીં આ દરમિયાન બંન નેતાઓ વચ્ચે બોન્ડિંગ પણ જોવા મળ્યું.. હવા મહેલ ખાતે રાજસ્થાનની હસ્તકલાની પ્રોડક્ટ્સ વિશે માહિતી આપી અને ભારતમાં ડિજિટલ યુગના પ્રારંભથી લોકો UPI ટ્રાન્ઝેક્શનથી કેવી રીતે પેમેન્ટ કરી રહ્યા છે તેની પણ માહિતી આપી..


ઉલ્લેખનિય છેકે, પરેડ બાદ મેક્રોન ફ્રાંસીસી દુતાવાસ જશે અને ત્યાંના કર્મચારીઓ સાથે ચર્ચા પણ કરશે.. સાંજે એટ હોમ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવનમાં જશે.. મેક્રોનની યાત્રા ભારત અને ફ્રાંસની વચ્ચે રણનૈતિક ભાગીદારીના 25 વર્ષની વર્ષગાંઠની ઉજવણી તરીકે થઈ રહી છે.