નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે જનઔષધિ દિવસ (jan Aushadhi centers) પર પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ દિવસ સેલિબ્રેટ કરવાનો નહીં પરંતુ લાખો ભારતીયો અને પરિવારો સાથે જોડાવવાનો પણ દિવસ છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધનમાં પીએમે કહ્યું કે, દેશમાં અંદાજે 6,000 જેટલા જન ઔષધી કેન્દ્રને લીધે દેશના લોકોને રૂ. 2,000-2,500 કરોડની માતબર બચત થઈ શકી છે. દર મહિને એક કરોડ પરિવાર જન ઔષધી સ્ટોરમાંથી આવશ્યક દવાઓ ખરીદે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગી સરકાર આ હજ હાઉસમાં બનાવશે Coronaના દર્દીઓ માટે 500 બેડનું આઇસોલેશન સેન્ટર


હાલમાં કોરોના વાયરસના વધેલા પ્રકોપને લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ મામલે તબીબોની સલાહને અનુસરવી જોઈએ. લોકો સાથે હસ્તધૂનન ટાળવું જોઈએ અને ફરી એક વખત નમસ્ત કહીને લોકોનું અભિવાદન કરવાની શરૂઆત કરવી જોઈએ. જો આપણે નમસ્તેની સંસ્કૃતિને ભૂલી ગયા છીએ તો આ જ યોગ્ય સમય છે તેને ફરી અપનાવવાનો તેમ તેમણે જણાવ્યું હતું. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે કોરોના વાયરસને લઈને વિવિધ અફવાઓ પર ધ્યાન ના આપે અને તેનાથી દૂર રહે. કોરોના વાયરસ સામે સાવચેતી રાખવાની સલાહ પીએમ મોદીએ આપી હતી.


ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં નવાજુની કરવાના મૂડમાં, રામલલાના મંદિર વિશે કરી શકે છે એલાન 


નોંધનીય છે કે હાલમાં દેશમાં કોરોના વાયરસના કેસ બાદ પીએમ મોદીએ એક ટ્વિટ કર્યુ હતું પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે તેઓ હોળી મિલનના કાર્યક્રમોમાં સામેલ નહી થાય. દેશમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર પર એલર્ટ થઈ છે. આ સિવાય દેશના તમામ એરપોર્ટ પર વિદેશમાંથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube