પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર અમેરિકાના પ્રવાસે જશે. PM તરીકે અત્યાર સુધી તે 8 વખત અમેરિકાનો પ્રવાસ ખેડી ચૂકયા છે. અને હવે તે 9મી વખત પ્રવાસ કરશે. ત્યારે PM મોદી કેમ અમેરિકા જઈ રહ્યા છે? ભારતના પૂર્વ પ્રધાનમંત્રીઓએ ક્યારે-ક્યારે અમેરિકાની મુલાકાત લીધી હતી? જોઈશું આ રિપોર્ટમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી અત્યારસુધી 8 વખત અમેરિકાનો પ્રવાસ કરી ચૂકયા છે અને હવે તે નવમી વખત અમેરિકાના પ્રવાસે જવાના છે.  વિદેશ મંત્રાલયે PM મોદીના પ્રવાસની જાણકારી આપી કે....


  • પ્રધાનમંત્રી 21થી 23 સપ્ટેમ્બર સુધી USના પ્રવાસે રહેશે.

  • જ્યાં તે કવાડ નેતાઓની સાથે ચોથા શિખર સંમેલનમાં ભાગ લેશે.

  • 21 સપ્ટેમ્બરે ડેલાવેરના વિલમિંગટનમાં સમિટનું આયોજન કરાયું છે.

  • આ સંમેલન US રાષ્ટ્રપતિ જો બાઈડેનની યજમાનીમાં યોજાશે.

  • 22 સપ્ટેમ્બરે ન્યૂજર્સીમાં ભારતીય સમુદાય સાથે PM મોદી મુલાકાત કરશે.

  • 23 સપ્ટેમ્બરે UNના સમિટ ઓફ ધ ફ્યૂચરમાં ભાગ લેશે.


ક્વાડની બેઠક પહેલાં ભારતમાં જાન્યુઆરી 2024માં યોજાવાની હતી.પરંતુ કોઈ કારણસર તેને સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી હતી.... જોકે હાલ તે અમેરિકામાં યોજાવાની હોવાથી 2025માં ક્વાડની બેઠક ભારતમાં યોજાશે. 


PM મોદીની આ મુલાકાત ખાસ બની રહેવાની છે કેમ કે 5 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. એટલે જો બાઈડેનની રાષ્ટ્રપતિ તરીકે આ પહેલી અને છેલ્લી કવાડ બેઠક બની જશે. આ બેઠકમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, ભારત અને અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી ક્વાડ દેશના રાષ્ટ્રાધ્યક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેમીકંડક્ટર પર વાત થશે. બાયોટેકનોલોજી પર અનેક મોટી કંપનીના સીઈઓ સાથે મુલાકાત કરશે.


ભારત અને અમેરિકાના સંબંધો દાયકાઓ જૂના છે. ભારતના અનેક પ્રધાનમંત્રી પણ અમેરિકાની અનેકવખત મુલાકાત લઈ ચૂક્યા છે.  તેના પર નજર કરીએ તો...


પંડિત જવાહરલાલ નેહરુએ 1947થી 1964 સુધી 4 વખત અમેરિકાનો પ્રવાસ કર્યો હતો.


ઈન્દિરા ગાંધીએ 1966થી 1977 અને 1980થી 1984 દરમિયાન 3 વખત અમેરિકાની મુલાકાત લીધી હતી.


મોરારજી દેસાઈએ 1977થી 1979ની વચ્ચે 1 વખત અમેરિકાનો પ્રવાસ કર્યો હતો.


રાજીવ ગાંધીએ 1984થી 1989ની વચ્ચે 3 વખત અમેરિકાની મુલાકાત લીધી હતી.


અટલ બિહારી વાજપેયીએ 1998થી 2004 દરમિયાન 4 વખત અમેરિકાનો પ્રવાસ કર્યો હતો.


ડૉ. મનમોહન સિંહે 2004થી 2014 દરમિયાન 8 વખત અમેરિકાની મુલાકાત લીધી હતી.


ભારતના હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજા કાર્યકાળમાં પહેલીવખત અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે  ત્યારે આશા રાખીએ કે ક્વાડ બેઠકમાં સારી ચર્ચા થાય, ભારત અને અમેરિકાના સંબંધો વધારે ગાઢ બને.