ગોરખપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાતે છે. તેમણે ગોરખપુરને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી. આ દરમિયાન પીએમ મોદીએ ગોરખપુર ફર્ટિલાઈઝર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. પીએમ મોદીએ આ પ્લાન્ટનું ભૂમિ પૂજન 22 જુલાઈ 2016ના રોજ કર્યું હતું. 30 વર્ષથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ તેને ફરી ચાલુ કરવામાં આવ્યો છે. લગભગ 8600 કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલીને કર્યું સંબોધન
ગોરખપુરમાં રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ધર્મ અને ક્રાંતિની નગરી ગોરખપુરના લોકોને હું પ્રણામ કરું છું. તમે બધા ફર્ટિલાઈઝર કારખાના અને એમ્સ માટે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા. આજે એ દિવસ આવી ગયો છે. તમને બધાને ખુબ શુભેચ્છાઓ. આ તમારા બધાનો પ્રેમ છે જે અમને તમારા માટે રાત દિવસ કામ કરવાની પ્રેરણા આપે છે. પાંચ વર્ષ પહેલા હું અહીં એમ્સ અને ખાતરના કારખાનાનું ભૂમિ પૂજન કરવા આવ્યો હતો. આજે સાથે બંનેના લોકાર્પિણનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. યુપીના લોકોને ખુબ ખુબ શુભેચ્છાઓ. 


નવા ભારત માટે કઈ પણ અઘરું નથી- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે નવું ભારત કઈક કરી લેવાનું નક્કી કરી લે છે તો તેના માટે કશું જ અઘરું નથી. જ્યારે તમે 2014માં મને સેવા કરવાની તક આપી તો અનેક ખાતર કારખાના બંધ પડ્યા હતા. ખાતરની વિદેશથી સતત આયાત વધી રહી હતી. જે ખાતર ઉપલબ્ધ હતું તે પણ ખેતી સિવાય અન્ય કામોમાં ગૂપચૂપ રીતે ઉપયોગ થતો હતો. ખાતર માટે ખેડૂતોએ લાકડી અને ગોળી ખાવા પડતા હતા. ખાતરના કાળાબજારી રોકવા માટે અમે 100 ટકા યુરિયાનું નીમ કોટિંગ કરાવ્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube