MGNREGA Wages: ચૂંટણી પહેલા મોદી સરકારની ભેટ, મનરેગાની મજૂરીમાં `બંપર` વધારો, જાણો ગુજરાતમાં કેટલું મળશે દૈનિક વેતન
MGNREGA Wages: સરકારે મનરેગા મજૂરી દરમાં 3થી લઈને 10 ટકા સુધીનો વધારો કર્યો છે. આ અંગે આજે નોટિફિટેશન પણ બહાર પાડવામાં આવ્યું. લોકસભા ચૂંટણી પહેલા વધારવામાં આવેલા આ મજૂરી દર નાણાકીય વર્ષ 2024-25 માટે છે.
કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ કામ કરનારા શ્રમિકોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગા મજૂરી દરમાં 3થી લઈને 10 ટકા સુધીનો વધારો કર્યો છે. આ અંગે આજે નોટિફિટેશન પણ બહાર પાડવામાં આવ્યું. લોકસભા ચૂંટણી પહેલા વધારવામાં આવેલા આ મજૂરી દર નાણાકીય વર્ષ 2024-25 માટે છે. મનરેગા શ્રમિકો માટે નવા વેતન દર 1 એપ્રિલ 2024થી લાગૂ થશે.
મનરેગા મજૂરીમાં થયેલો વધારો ચાલુ નાણાકીય વર્ષમાં કરાયેલા વધારા સમાન જ છે. નોટિફિકેશન મુજબ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 2023-24ની સરખામણીમાં 2024-25 માટે મજૂરી દરમાં સૌથી ઓછો 3.04 ટકાનો વધારો થયો છે. જ્યારે ગોવામાં સૌથી વધુ વધારવામાં આવી છે. અહીં મનરેગા હેઠળ મજૂરી દરમાં 10.56 ટકા સુધીનો વધારો થયો છે. સરકાર તરફથી આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છેકે જ્યારે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ફંડ રોકવા મુદ્દે વિવાદ થઈ રહ્યો હતો.
નોટિફિકેશન માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી મંગાઈ
બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે ગ્રામીણ વિકાસ મંત્રાલયે મજૂરી દરોને નોટિફાય કરતા પહેલા ચૂંટણી પંચ પાસે તેની મંજૂરી માંગી હતી. કારણ કે લોકસભા ચૂંટણીના કારણે હાલ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા લાગૂ છે. ચૂંટણી પંચ તરફથી લીલી ઝંડી મળી જતા મંત્રાલયે તરત જ વધારે દરોનું નોટિફિકેશન બહાર પાડ્યું. અત્રે જણાવવાનું કે મજૂરી દરોમાં ફેરફાર કરવો એ એક નિયમિત પ્રક્રિયા છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube