વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં એક મેગા રોડ શો કરવાના છે અને ગંગા આરતીમાં ભાગ લેશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે આવતી કાલે શુક્રવારે તેઓ વારાણસી સંસદીય બેઠકથી ઉમેદવારી નોંધાવશે. પાર્ટીના એક પદાધિકારીએ આ જાણકારી આપી. વડાપ્રધાન દ્વારા ઉમેદવારી નોંધવવા દરમિયાન એનડીએના ઘટક પક્ષ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને જનતા દળ યુનાઈટેડના અધ્યક્ષ નીતિશકુમાર સહિત ભાજપ તથા અન્ય સહયોગી પક્ષોના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપલબ્ધ  કાર્યક્રમ મુજબ વડાપ્રધાન બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્થાપક મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પમાળા ચઢાવશે, ત્યારબાદ બપોરે લગભગ ત્રણ વાગ્યા પછી રોડ શો શરૂ થશે. રોડ શો સાંજે સાત વાગે વારાણસીના ઘાટોના સૌથી પ્રમુખ ઘાટ દશાશ્વમેઘ ઘાટ પર સમાપ્ત થશે. જ્યાં મોદી સાંજની પ્રાર્થનામાં ભાગ લેશે. વડાપ્રધાન શુક્રવારે સવારે 9 વાગે છાવણી ક્ષેત્રની એક હોટલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે એક બેઠક યોજશે. 


નીતિશકુમાર અને પ્રકાશ સિંહ બાદલ પણ રહી શકે છે હાજર
પીએમ મોદી ઉમેદવારી પત્રક ભરવા માટે કલેક્ટ્રેટ કાર્યાલય જાય તે અગાઉ કાલ ભૈરવ મંદિરમાં પ્રાર્થના કરશે. ભાજપ અને એનડીએના અન્ય પક્ષોના વરિષ્ઠ નેતાઓ મોદી ઉમેદવારી નોંધવશ તે સમયે હાજર રહેશે. આ કાર્યક્રમમાં સામેલ થનારા સહયોગીઓમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશકુમાર, શિરોમણી અકાલી દળના નેતા તથા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, લોક જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાન તથા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામેલ છે. નામાંકનની પ્રક્રિયા 11.30 કલાકે થશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...