નવી દિલ્હી : મોન્સૂન સત્રમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસની દરખાસ્ત સામે સરકારની જીત માટે મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસદીય દળે આ બાબતને વિપક્ષની હાર અને સરકારની મોટી જીત ગણાવી હતી અને એનો શ્રેય નરેન્દ્ર મોદીના નેતૃત્વનો આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકની શરૂઆતમાં મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર પહેરાવી સન્માનિત કરાયા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકડષ્ણ અડવાણી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, નિતિન ગડકરી અને અનંત કુમારએ પીએમનું સન્માન કર્યું હતું. આ અવસરે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીને લાડુ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. જ્યારે બેઠકમાં ઉપસ્થિત સાંસદોએ આ ક્ષણને વધાવી હતી. 


અહીં નોંધનિય છે કે, મોન્સૂન સત્રમાં પહેલી વખત સંસદીય દળની બેઠક મળી હતી. સંસદ ભવનની લાયબ્રેરીમાં મળેલી આ બેઠકમાં સત્ર દરમિયાન ઉપસ્થિત થનારા મુદ્દાઓ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્રણ તલાક, ઓબીસી બિલ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી.