ઇમરાન ખાન પાસેથી પીએમ મોદીને આશા, કહ્યું- આતંક અને હિંસાથી મુક્ત થશે PAK
પાકિસ્તાનમાં જીત મેળવ્યા બાદ ઇમરાન ખાને ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી હતી. સાથે કહ્યું હતું કે, તે વાતચીતથી બંન્ને દેશોના વિવાદનો ઉકેલ લાવવા ઇચ્છશે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી કે હાલની ચૂંટણીમાં જીત મેળવનારા પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના ચેરમેન ઇમરાન ખાન પાડોસી દેશમાં અમન અને શાંતિની સ્થાપના કરવામાં સફળ થશે. આ સાથે પાકિસ્તાનને તેવી દિશા આપશે જેમાં આતંકવાદ અને હિંસાને કોઇ સ્થાન હશે નહીં.
વડાપ્રધાન મોદીએ બંન્ને દેશો વચ્ચે સારા સંબંધોની કામના કરી. સમાચાર એજન્સી એએનઆઈને ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે, પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે તેની સરકારે ઘણઆ પગલા ભર્યા છે. તેમણે કહ્યું, હું હમેશા કહેતો આવ્યો છું કે અમે પાડોસી દેશો સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ. અમે તે દિશામાં પગલા ભર્યા છે. પાકિસ્તાનમાં ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મેં ઇમરાન ખાનને શુભેચ્છા આપી. અમને આશા છે કે પાકિસ્તાન સુરક્ષિત, સ્થિર અને સમૃદ્ધિના ક્ષેત્રમાં કામ કરશે, જે આતંક અને હિંસાથી મુક્ત હશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 30 જુલાઇએ ફોન કરીને ઇમરાન ખાનને ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવી સરકાર હેઠળ પાકિસ્તામાં લોકતંત્રના મૂળ મજબૂત થશે.
ક્રિકેટરમાંથી નેતા બનેલા 65 વર્ષી ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ 25 જુલાઇએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી ચૂંટણી પંચે 849 મતદાન ક્ષેત્રમાંથી 815 સામાન્ય લોકો તથા વિજેતાઓને સત્તાવાર રૂપે સૂચિત કર્યા છે અને અધિસૂચના જાહેર કરી છે, હવે પાર્ટીઓની જોડાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 28 અપક્ષ જોડાતા ખાનની પાર્ટીના સાંસદોની સંખ્યા વધીને 144 થઈ ગઈ છે. ખાન પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવાના છે.
જીત મેળવ્યા બાદ પોતાના ભાષણમાં ઇમરાન ખાને ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે વાતચીતના માધ્યમથી બંન્ને દેશો વચ્ચે સંબંધ સુધારશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરને મોટો મુદ્દો ગણાવતા ઇમરાન ખાને કહ્યું હતું કે બંન્ને દેશોએ આ મુદ્દા પર વિચાર-વિમર્શ કરવો જોઈએ.