નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ સતત બગડી રહી છે. આ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ તેને લઈને મહત્વની બેઠક યોજી છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પીએમ મોદીની આ બેઠક સવારે 9.30 કલાકે શરૂ થઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કોરોનાની સ્થિતિ મુદ્દે નિષ્ણાંતો સાથે વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ નિષ્ણાંતો સાથે બેઠક કરી ચર્ચા કરી. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પ્રધાનમંત્રી મોદી COVID-19 મહામારીના સંબંધમાં અને તેના વધવાના સંબંધમાં માનવ સંસાધન સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. 


Mamata Banerjee ની જીતથી ગદગદ વિપક્ષ, અખિલેશે કહ્યું- ભાજપને મળ્યો મહિલાના અપમાનનો જવાબ

કોરોનાથી સ્થિતિ ખરાબ
દેશમાં સતત વધી રહેલા કોરોના કેસે બધાની ચિંતા વધારી દીધી છે. રવિવારે રવિવારે 24 કલાકની અંદર ત્રણ લાખથી વધુ કેસ સામે આવ્યા. આ પહેલા શનિવારે આંકડો ચાર લાખે પહોંચ્યો હતો. આ એક દિવસમાં નોંધાયેલા સર્વાધિક કેસ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 3,92,488 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3689 લોકોના મૃત્યુ પણ થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,95,57,457 થઈ ગઈ છે. તો અત્યાર સુધી મહામારીને લીધે 2,15,542 લોકોના મૃત્યુ પણ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube