PM મોદીનો રાહુલ ગાંધી પર આડકતરો પ્રહાર, કહ્યું-કેટલીકવાર મોટી ઉંમરના લોકોના પણ દિમાગ નથી ચાલતા
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પીએમ મોદી સંબોધન કરી રહ્યાં છે. ભવનમાં 56મી છાતીના નારા લાગ્યા હતા. તેમજ લોકો ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. તેમણે આ પ્રસંગે વિનોબા ભાવેને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, આપણી વાણી ઈમ્પ્રેસિંગ ભલે ન હોય, તો પણ ઈન્સ્પાયરિંગ જરૂર હોવી જોઈએ.
નવી દિલ્હી : દિલ્હીમાં રાષ્ટ્રીય યુવા સંસદમાં પીએમ મોદી સંબોધન કરી રહ્યાં છે. ભવનમાં 56મી છાતીના નારા લાગ્યા હતા. તેમજ લોકો ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં મહાત્મા ગાઁધીજી અને વિનોબા ભાવેને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, આપણી વાણી ઈમ્પ્રેસિંગ ભલે ન હોય, તો પણ ઈન્સ્પાયરિંગ જરૂર હોવી જોઈએ. આ પ્રસંગે તેમણે ગાંધીજીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી જેવા કમ્યુનિકેટર બીજા કોઈ નથી. તેમનું શરીર એવુ ન હતું, પણ તેમનાથી સારા કમ્યુનિકેટર બીજા કોઈ ન હતા.
રાજ્યસભા કરતા લોકસભાનું પરફોર્મન્સ સારું રહ્યું
તેમણે કહ્યું કે, આ એવું મંચ છે જે તમારી રો એનર્જિને શેપ આપશે, અહીંથી જે આઈડિયા તમે લઈ જશો તે નવા ભારતનુ નિર્માણ કરશે. પ્રાલામેન્ટ જેટલું પ્રોડક્ટિવ હશે, દેશ તેટલો જ પ્રોગ્રેસિવ હશે. દેશને ખબર હોવી જોઈએ કે, જે સાસંદોને તમે મોકલી રહ્યા છો, તેઓ શું કરી રહ્યા છે. 16મી લોકસભામાં એવરેજ પ્રોડક્ટિવીટી 85 ટકા, 205 બિલ પાસ કર્યા. 15મી લોકસભાની તુલનામાં 16મી લોકસભાએ 20 ટકા કામ વધુ કર્યું. પણ હું તેનાથી સંતુષ્ટ નથી. મોદી છે, તો 20 ટકાથી ન ચાલે, 200 ટકા હોવું જોઈએ. દેશની જનતાએ પહેલીવાર પૂર્ણબહુમતની સરકાર પસંદ કરી છે. પણ રાજ્યસભામાં શું થયું, ત્યાં તપસ્વી, તેજસ્વી, વયોવૃદ્ધ, તપોવૃદ્ધ... તેઓ બધુ ઠંડા દિમાગથી વિચારે છે. રાજ્યસભાનું પરફોર્મન્સ ગત સેશનમાં માત્ર 8 ટકા જ હતું. જો પ્રોડક્ટિવિટી 8 ટકા હોય તો ચિંતાનો વિષય છે.
રાજ્યસભાના લોકો માટે ઈવેન્ટ કરો
તેમણે કહ્યું કે, તમારા જિલ્લામાં એક યુવા ઈવેન્ટ કરો. તમારા રાજ્યમાંથી જે રાજ્યસભામાં ગયા છે, તેમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવો. માળા પહેરાવો. સારી શાલ પહેરાવો. સારી ખુરશી મૂકો. પછી તેમને પ્રશ્નોત્તરી કરીને પૂછો કે તેમણે શું કર્યું. જવાબ માંગો. ત્યારે જઈને દેશમાં દબાણ થશે. આ જ લોકતંત્ર છે. ભલે કોઈ પણ પાર્ટીના હોય, રાજ્યસભાના બધાને બોલાવો.
કેટલાક વધુ ઉંમરના લોકોના દિમાગ પણ ચાલતા નથી
પીએમ મોદીએ એક શાયરી કહી કે, ’ઉસે ગુમા હૈ કિ મેરી ઉડાન કુછ કમ હૈ... મુજે યકી હૈ કી યે આસમા કુછ કમ હૈ...’ યુવાઓને ઉન્મુક્ત ગગનમા ઉડવા દેવા જોઈએ. તેમાં તેજસ્વીતા, શાર્પનેસ હોય છે, તેમાં ભૂતકાળનો બોજ નથી હોતો. આવામાં તે ચેલેન્જિસને વધુ શક્તિશાળી રીતે લડી શકે છે. તમારો એપ્રોચ ન્યૂ ઈન્ડિયાને વધુ મજબૂત કરશે. આજની જનરેશન પહેલાની સરખામણીએ તેજીથી વિચારે છે, કામ કરે છે. કેટલાક કહે છે કે આજના નવયુવાનો સવાલો બહુ જ પૂછે છે. કેટલાક કહે છે કે તેમનામાં પેશન્સ નથી, તેઓ કહે છે કે તેમને મોનોટોનસ વર્ક નથી જોઈતું, પણ હું માનું છું કે, યુવાઓ છે તો આ બધુ જરૂરી છે. આ બધા યુવાઓના ત્તત્વો છે. નહિ તો ઉમર વધુ હોય છે તેવા લોકોના પણ દિમાગ નથી ચાલતા તેવું અમે જોયું છે. આવી વાતો તમને ઈનોવેટિવ બનાવે છે. નવા આઈડિયા લાવે છે. આજનો યુવા મલ્ટીટાસ્કિંગ માટે તૈયાર છે. તે તેજીથી આગળ વધવા માંગે છે. તે જ ન્યૂ ઈન્ડિયાનો આધાર છે.
અમારી પાર્ટીએ યુવાઓને તક આપી
પીએમ મોદીએ કહ્યું કે, અમારી પાર્ટીએ યુવાઓને તક આપી છે. અમે માનીએ છીએ, તેમને તક આપવી જોઈએ. અમારી સરકારે યુવાઓનો આત્મવિશ્વાસ વધારવા પૂરતા પ્રયાસો કર્યા છે. હું જે પેઢીમાંથી છું, તમે જ્યાથી છો, જેઓને સ્વતંત્રતા માટે મરવાનો મોકો નથી મળ્યો, પણ આપણે એ લોકો છીએ જેમને દેશ માટે જીવવાનો મોકો મળ્યો છે. તેથી આપણા પ્રયાસોને દેશના નવનિર્માણ માટે લગાવો.