નવી દિલ્હી/નોઈડા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડા પહોંચ્યાં. અહીં તેમણે દીનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. પીએમ મોદીએ કહ્યું કે તમે અહીં મોદી-મોદીના નારા લગાવી રહ્યાં છો અને  ત્યાં કેટલાક લોકો (વિપક્ષ)ની ઊંઘ હરામ થઈ રહી છે. ગ્રેટર નોઈડામાં પીએમ મોદીએ કહ્યું કે ભારતે આતંકવાદની કમર તોડી નાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૌભાંડોથી થતી હતી ગ્રેટર નોઈડાની ઓળખ
પીએમ મોદીએ કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે દેશમાં નોઈડાની ઓળખ સરકારી ધનના દુરઉપયોગ માટે થતી હતી. કૌભાંડોથી થતી હતી પરંતુ હવે એવું નથી. પહેલાની સરખામણીમાં નોઈડા અને ગ્રેટર નોઈડાની છબીમાં સુધારો થયો છે. 


પહેલીવાર અમારી સરકારે આતંકના આકાઓને તેમની ભાષામાં આપ્યો જવાબ
પીએમ મોદીએ કહ્યું કે 2016માં પહેલીવાર અમારી સરકારે આતંકના આકાઓને તેમની ભાષામાં જવાબ આપ્યો, જે ભાષા તેઓ સમજે છે. તેમણે કહ્યું કે ઉરી બાદ અમે સર્જિકલ સ્ટ્રાઈકક રી તો આ લોકો પુરાવા માંગી રહ્યાં હતાં. હવે પુલવામા હુમલો થયો. ભારતના વીરોએ જે કામ કર્યું તેવું કામ દાયકાઓ સુધી થયુ નથી. આપણા વીરોએ આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા છે. આતંકીઓને ભારત પાસેથી આવા જવાબની આશા નહતી. પાકિસ્તાને જમીન પર ટેન્ક તહેનાત કરેલી હતી. આપણે ઉપરથી જતા રહ્યાં. અમે તો આ બધુ કરીને ચૂપ બેઠા હતાં પરંતુ આ ઘટના એટલી મોટી હતી કે રાતના સાડા 3 વાગ્યે પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ. પાકિસ્તાન એવું તે ગભરાઈ ગયું કે તેણે સવારે પાંચ વાગે ટ્વિટ કરવાનું શરૂ કરી દીધુ.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...