સોલાપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોલાપુર ખાતે નેશનલ હાઇવે પ્રોજેક્ટને ખુલ્લો મુકતાં વિપક્ષોની રાજનીતિ અંગે આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું કે, અમે દેખાડાની રાજનીતિ નથી કરતા. ચૂંટણી માટે પથ્થર નથી મુકતા અમે જ્યાં પથ્થર મુકીએ છીએ તો એનું ઉદઘાટન પણ અમે જ કરીએ છીએ. ભાજપે દેશમાં સૌનો સાથ સૌનો વિકાસના આધારે સર્વાંગી વિકાસનું કામ કર્યું છે. અમારી સરકારે હંગામી નહીં પરંતુ કાયમી ઉકેલનો પ્રયાસ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, કાલે એક ઐતિહાસિક બિલ પાસ થયું છે. સામાન્ય વર્ગ માટે 10 ટકા અનામત પર મહોર લગાવીને સૌનોનો સાથ સૌનો વિકાસ પર આગળ વધવાનું કામ કર્યું. અમારી સરકારે સામાજિક ન્યાયની દિશામાં કામ કર્યું છે. મોદીએ કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતા સાથે સાથે સામાજિક ન્યાય માટે અનામત આપવાનું કામ કર્યું છે. 
વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રનાં સોલાપુર પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન મોદી અહીં સોલાપુર ઉસ્માનાબાદ હાઇવે અને 120 કરોડની ડ્રેનેજ લાઇનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે 1811.33 કરોડ રૂપિયાની વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 30 હજાર ઘરનાં નિર્માણ પ્રોજેક્ટને પણ લીલી ઝંડા આપી હતી. ત્યાર બાદ એક રેલીને પણ સંબોધિત કરી હતી. 


પીએમએ કહ્યું કે, સામાન્ય વર્ગનાં લોકો પર અનામતની મહોર લગાવીને સૌનો સાથ સૌનો વિકાસ થશે, અન્યાયની ભાવના ખતમ થઇ જશે. વિકાસનો લાભ મળશે. અવસરમાં પ્રાથમિકતા મળે તેના માટે ભાજપ તમારી સાથેા છે. 
વડાપ્રધાન મોદીએ લોકસભામાં નાગરિક સંશોધન બિલ પાસ થવા અંગે કહ્યું કે, આ બિલ પાસ થવાથી અસમનાં લોકોને શુભકામના આપુ છું. તેમણે કહ્યું કે, દેશની માટીને પ્રેમ કરનારા લોકોને ભારતની નાગરિકતા મળશે. ભારત માતાની જય બોલનારાને ભારતની નાગરિકતા મળશે. તેમણે કહ્યું કે, નવા કાયદાથી નવા ભારતનું નિર્માણ થશે. જે દેશભક્ત ભારતનું નિર્માણ થશે.