Delhi Mumbai Expressway: પીએમ મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના પ્રથમ ફેઝનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ વિકસિત ભારતની તસવીર
Delhi Mumbai Expressway: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કર્યું છે.
નવી દિલ્હીઃ PM Modi Inaugurated Delhi Mumbai Expressway: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના દિલ્હી-દૌસા-લાલસોટ ખંડ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યાં બાદ પ્રધાનમંત્રીએ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષથી અમે લોકો આધારભૂત માળખા પર ખુબ રોકાણ કરી રહ્યાં છે. આ રોકાણનો ખુબ મોટો લાભ રાજસ્થાનને મળવાનો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાને રાષ્ટ્રને સમર્પિત કરતા મને ખુબ ગર્વ થઈ રહ્યો છે. આ દેશના સૌથી મોટા અને સૌથી આધુનિક એક્સપ્રેસવેમાંથી એક છે. આ વિકસિત ભારતની વધુ એક ભવ્ય તસવીર છે. હું દૌસાવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છા આપુ છું. આ વર્ષે બજેટમાં અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ રકમ 2014ની રકમ કરતા પાંચ ગણી છે. આ રોકાણથી રાજસ્થાનને ખુબ ફાયદો થવાનો છે.
જયા બચ્ચન પર ઉપરાષ્ટ્રપતિ સામે આંગળી દેખાડતા હંગામો, લોકો ગુસ્સે થયા, Video
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે, જેની કુલ લંબાઈ 1,386 કિ.મી. તેના નિર્માણ સાથે, દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 12 ટકા ઓછું થઈ જશે. મુસાફરીના સમયમાં પણ 50 ટકાનો ઘટાડો થશે. પહેલા જ્યાં મુસાફરીમાં 24 કલાકનો સમય લાગતો હતો, હવે 12 કલાકનો સમય લાગશે. આ એક્સપ્રેસ વે છ રાજ્યો - દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube