નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસના અવસર પર રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો અને દેશને સંબોધિત કર્યો છે. ભારત આજે પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. આ અવસર પર પીએમ મોદીએ 100 લાખ કરોડની યોજનાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આઝાદીનો અમૃત મહોત્સવના 75માં સપ્તાહમાં, 75 વંદે માતરમ ટ્રેનો દેશના દરેક ખુણાને જોડશે. દેશમાં નવી ગતિથિ એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે, ઉડાન યોજનાએ લોકોના સપનાને ઉડાન આપી છે. પીએમ મોદીએ કહ્યુ કે, જલદી દેશમાં પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજનાની શરૂઆત કરવામાં આવશે, આ 100 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજના હશે જે લાખો યુવાઓ માટે રોજગારની તક લાવશે. 


આ પણ વાંચોઃ પીએમ મોદીનો પાકિસ્તાન-ચીનને સંદેશ, કહ્યું- આતંકવાદ, વિસ્તારવાદનો હિંમતથી જવાબ આપી રહ્યું છે ભારત  


શું કહ્યું પીએમ મોદીએ
પીએમ મોદીએ કહ્યુ- પ્રગતિનો પાયો આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉભી થશે. જલ, થલ અને આકાશમાં અસાધારણ ગતિથી કામ કરી દેખાડવામાં આવ્યું છે. ભારતીય રેલવે ઝડપથી આધુનિક અવતારમાં ઢળી શકે છે. રેલવેને વધુ ગતિ આપવા માટે અમૃત મહોત્સવના 75માં સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે. 


તેમણે કહ્યું- જે ગતિથી નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. તે અભૂતપૂર્વ છે. સારી કનેક્ટિવિટી લોકોના સપનાને નવી ઉડાન આપી રહી છે. આવનારા થોડા દિવસમાં પ્રધાનમંત્રી ગતિ શક્તિનો માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવશે. આ 100 લાખ કરોડ રૂપિયાની યોજના હશે જે લાખો યુવાઓ માટે રોજગાર લાવવામાં આવશે. આ સમગ્ર પાયાના આંતરમાળખાના વિકાસનો પાયો રાખશે. 


આ પણ વાંચોઃ નાના કિસાનથી લઈને વૈજ્ઞાનિક સુધી, વાંચો- લાલ કિલ્લા પરથી PM ના ભાષણની 10 મોટી વાતો 


શું ફાયદો થશે ગતિ શક્તિથી
પીએમ મોદીએ કહ્યું કે તેનાથી સામાન્ય જનતા માટે યાત્રા સમયમાં કમી આવશે અને ઉદ્યોગોની ગતિ પણ વધશે. અમારા લોકલ મેન્યુફેક્ચરરને ગ્લોબલ સ્તર પર સ્પર્ધા વધારશે અને તેનાથી ભવિષ્યમાં નવા ઇકોનોમિક જોન પણ બનાવી શકાશે. 


પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે સરકાર ઉદ્યોગ જગત માટે નિયમોને સરળ કરવામાં લાગી છે, સ્ટાર્ટઅપ માટે તે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે દેશમાં સ્ટાર્ટઅપ યૂનિકોર્ન બની રહ્યું છે, જે દેશના નવા વેલ્થ ક્રિએટર્સ છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, આજે દેશમાં રાજનીતિક ઇચ્છાશક્તિની કમી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube