નવી દિલ્હી: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પીએમ મોદીએ મોટા ખુશખબર આપ્યા છે. પીએમ મોદીએ નિર્દેશ આપ્યા છે કે આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકૃત ટ્વિટર હેન્ડલથી કરાયેલી ટ્વિટમાં જણાવાયું છે કે તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યા કે સરકાર દ્વારા આગમી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે. અત્રે જણાવવાનું કે બેરોજગારીના મુદ્દે મોદી સરકાર પર વિપક્ષ સતત આકરા પ્રહાર કરી રહ્યો છે. 


કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો આરોપ લગાવતા રહ્યા છે કે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના કાર્યકાળમાં દેશમાં બેરોજગારી વધી છે. વિપક્ષ સતત સરકાર પર દબાણ પણ સર્જી રહ્યો છે. ચૂંટણીમાં પણ આ મુદ્દો ઉછળતો રહ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે સરકારી નોકરીના વાયદા પર એનડીએ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કર્યો હતો અને નોકરી આપવાના વચન સાથે સારા પરિણામ લાવ્યા હતા.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube