નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર અને પોતાની સરકારના 75 મહત્વના દિવસો અંગે વિસ્તારપૂર્વત વાતચીત કરી છે. સામાન્ય રીતે દરેક સરકાર 100 દિવસ બાદ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરતી હોય છે, પરંતુ પીએમ મોદીએ 75 દિવસે જ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સામે મુકી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચાર એજન્સી IANSને વડાપ્રધાન પદે ચૂંટાયા પછી પ્રથમ ઈન્ટરવ્યુ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલઃ તમારો બીજો કાર્યકાળ કેવી રીતે અલગ છે?
જવાબઃ અમારી સરકારે પ્રથમ 75 દિવસમાં જ અસંખ્ય કામ કરી નાખ્યા છે. બાળકોની સુરક્ષાથી માંડીને ચંદ્રયાન-2, ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીથી માંડીને મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાક જેવા દુષણમાંથી મુક્તિ અપાવવી, કાશ્મીરથી માંડીને કિસાન સુધી અમે એ બધું જ કરીને બતાવ્યું, જે એક સ્પષ્ટ બહુમત ધરાવતી સરકાર કરી શકે છે. અમે પાણીનો પુરવઠો સુધારવા અને પાણીના સંગ્રહને વધારવાના દૃષ્ટિકોણ સાથે 'જલશક્તિ મંત્રાલય'ની રચના કરી છે. 


સુષમા સ્વરાજ એક અદભૂત વ્યક્તિ હતા : PM મોદીએ આપી શબ્દાંજલિ


સંસદ ભવનમાં કાયમી ધોરણે ફીટ કરાયેલી LED લાઈટિંગનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન 


વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, "17મી લોકસભાના પ્રથમ સત્રમાં એક રેકોર્ડ બન્યો છે. 1952થી માંડીને અત્યાર સુધીનું આ સૌથી ફળદાયી સત્ર રહ્યું છે. મારી દૃષ્ટિએ આ કોઈ નાની ઉપલબ્ધી નથી. અનેક ઐતિહાસિક પહેલ કરવામાં  આવી છે. જેમાં ખેડૂતો અને વેપારીઓ માટે પેન્શન યોજના, મેડિકલ ક્ષેત્રમાં સુધારા, દેવાળું ફૂંકનારી કંપનીઓ અંગેના કાયદામાં મહત્વનું સંશોધન, શ્રમ સુધારાની શરૂઆત. સમયનો કોઈ વેડફાટ નહીં. કોઈ લાંબો વિચાર કર્યો નથી. સાહસિક નિર્ણય લીધા છે. કાશ્મીરના નિર્ણય જેટલો મોટો નિર્ણય બીજો કોઈ હોઈ શકે નહીં."


દેશ-વિદેશના સમાચાર માટે જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....