મમતાના ગઢમાં પીએમએ ધડાધડ શાબ્દિક બાણ ફેંક્યા, કહ્યું-પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી
લોકસભા ઈલેક્શન 2019માં બીજેપીના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પહોંચ્યા હતા. અહી ઈલેક્શન રેલીમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનરજી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો.
નવી દિલ્હી :લોકસભા ઈલેક્શન 2019માં બીજેપીના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પહોંચ્યા હતા. અહી ઈલેક્શન રેલીમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનરજી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે મમતા બેનરજીને પશ્ચિમ બંગાળના સ્પીડ બ્રેકર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી, આજે શાંતિથી ઊંઘી નથી રહી. સાથે જ મેદાનમાં ઉમટેલી ભીડને જોતા વડાપ્રધાન બોલ્યા કે, રેલીમાં આવેલી આ ભીડ દીદીની હારનું સ્મારક છે.
Photo : ચમત્કારિક છે ગુજરાતના આ કૂવાનું પાણી, લોકો પાણી ભરીને લઈ જાય છે પ્રસાદમાં
પીએમએ કહ્યું કે, રાજનીતિમાં જમીન સરકવી શું હોય છે, જો કોઈએ સમજવુ હોય તો, દીદીનો ગુસ્સો જોઈને સમજી શકાય છે. મારા પર આજકાળ અભદ્ર શબ્દોનો વાર થઈ રહ્યો છે. ચૂંટણી પંચ પર તેઓ જે રીતે ભડકી રહ્યા છે, તેનાથી માલૂમ પડે છે કે દીદી કેટલા ડરેલા છે.
તેમણે કહ્યું કે, આજે આ ચોકીદાર પર દેશને એટલા માટે વિશ્વાસ છે કે, કેમ કેમ લોકોનું કહેવુ છે કે, હવે અશક્ય પણ શક્ય છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ પાસે પણ પોતાનું બેંક ખાતુ, પોતાનું રુપે ડેબિટ કાર્ડ હશે, આ ક્યારેક અશક્ય લાગતુ હતું, પણ હવે શક્ય છે.
ગોંડલ : અભણ દાદીએ ચાલાકીભરી ટ્રીક અપનાવીને 19 દિવસની પૌત્રીને મોત આપ્યું
પીએમ મોદીએ આતંકવાદ પર બોલતા કહ્યું કે, ભારત ક્યારેક આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને મારશે તે અશક્ય લાગતુ હતું, પણ હવે આ બધુ જ શક્ય છે. 2014 પહેલા રોજેરોજ આતંકવાદી હુમલા થતા હતા, તેઓ ક્યાંથી આવતા હતા, કોણ તેમને મોકલતા હતા, તે બધુ જ ત્યારની સરકારને માલૂમ રહેતુ હતું. આપણા જાંબાજ જવાનો તે સમયની સરકારને બદલો લેવાનુ કહેતા હતા, પણ સરકાર તેમના પર પગલા લેતા અચકાતી હતી.
તેમણે કહ્યું કે, મજબૂત થતા ભારતથી કેટલાક લોકોને કષ્ટ થઈ રહ્યું છે. જ્યારે ભારત અંતરિક્ષમાં મહાશક્તિ બની રહ્યું છે, તો દીદીને તે તકલીફ કરી રહ્યું છે. જ્યારે ભારત આતંક પર સખત બની રહ્યું છે, તો તે પણ દીદીને તકલીફ કરી રહ્યું છે. હવે દીદી એટલા પરેશાન છે કે, દિવસ-રાત એક જ વાત કરી રહ્યા છે. બાંગ્લાદેશ સાથે જમીન કરાર દાયકાઓ સુધી લટકેલો છે. કૂચ બિહાર માટે તે બહુ જ મહત્વનુ હતું. આ કરાર પર ક્યારે અમલ થશે, તે પણ અશક્ય લાગતુ હતું. પણ હવે શક્ય થયું.