નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના નેતાઓની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક પૂરી થઈ ગઈ છે. બેઠકમાં આવેલા નેતાઓની સાથે પીએમ મોદીજીની તસવીરો સામે આવી છે, જેમાં પ્રધાનમંત્રી બધા નેતાઓને મળી રહ્યા છે. કાશ્મીરી નેતા પણ પીએમ મોદીને મળી ખુશ જોવા મળી રહ્યાં છે. પીએમ મોદીની સાથે કાશ્મીરી નેતાઓની આવી તસવીરો જોઈને રાજનીતિક વિશ્લેષણ પોત-પોતાના તરફથી આશંકાઓ વ્યક્ત કરી રહ્યાં છે કે શું વાસ્તવમાં પીએમ મોદી કાશ્મીરના નેતાઓ સાથે દિલનું અંતર સમાપ્ત કરી શકશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠક બાદ ન્યૂઝ એજન્સી ANI એ સૂત્રોના હવાલાથી જણાવ્યુ કે બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ હાજર તમામ નેતાઓની સલાહ સાંભળી અને તેમના મત પણ જાણ્યા છે. પીએમ મોદીએ તે વાત પર ખુશી વ્યક્ત કરી કે બધા નેતાઓએ ઈમાનદારીથી પોતાનો પક્ષ રાખ્યો છે. આ બેઠકનો મુદ્દો તે રહ્યો કે કાશ્મીરના સારા ભવિષ્યની મજબૂત આધારશીલા રાખવામાં આવે. પીએમ મોદીએ બેઠકમાં આવેલા કાશમીર નેતાઓને કહ્યુ કે, તે દિલ્હી અને દિલનું અંતર ખતમ કરવા ઈચ્છે છે. 


આ પણ વાંચોઃ મિશન કાશ્મીર પર 14 નેતાઓ સાથે PM મોદીની બેઠક પૂરી, આ મુદ્દે થઈ ચર્ચા


છેલ્લા લગભગ બે વર્ષમાં પ્રથમવાર જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતૃત્વની સાથે વાર્તાનો હાથ આગળ વધારતા આજે જમ્મુ-કાશ્મીરના 14 નેતાઓની સાથે એક મહત્વની બેઠક કરી છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કર્યા બાદ આ પ્રથમ મોટી બેઠક હતી. 


દિલ્હીનું અંતર અને દિલનું અંતર દૂર થશેઃ પીએમ મોદી
જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે થયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે વચનબદ્દ છે. દિલ્હીનું અંતર અને દિલનું અંતર ઓછુ થશે. પરિસીમનની પ્રક્રિયા બાદ ચૂંટણી થશે. 


બેઠક બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યુ કે, આજે સારા માહોલમાં વાતચીત થી છે. બધાએ વિસ્તારથી પોતાની વાત રાખી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રીએ બધાની વાત સાંભળી છે. પીએમે કહ્યુ કે, ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.


શું બોલ્યા અમિત શાહ
બેઠક પૂરી થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, બધા નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં વિકાસ કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, સરકાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. 


આ પણ વાંચોઃ Corona ના ડરથી લોકોએ ખુબ પીધા ઉકાળા? હવે આ બીમારી વધારી રહી છે મુશ્કેલી


કોંગ્રેસે સરકારની સામે રાખી પાંચ માંગઃ ગુલામ નબી આઝાદ
પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે અમે ચર્ચા દરમિયાન અમે જણાવ્યું કે, જે રીતે રાજ્યના ભાગ પડ્યા તે થવાની જરૂર નહતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછ્યા વગર આમ કરવામાં આવ્યું. પરંતુ બધી વાત કહ્યા બાદ અમે પાંચ મોટી માંગો સરકારની સામે રાખી છે. અમે માંગ કરી કે રાજ્યનો દરજ્જો જલદી આપવો જોઈએ. અમે માંગ કરી કે કાશ્મીરી પંડિતોને પરત લાવવામાં આવે અને તેના પુર્નવાસમાં મદદ કરે. રાજનીતિ સાથે જોડાયેલા જે લોકો (પોલિટિક પ્રિઝનર્સ) બંધ છે તેને છોડવાની માંગ કરી છે. અમે સરકારને કહ્યું કે, આ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો અનુકૂળ સમય છે. વિધાનસભા ચૂંટણી તત્કાલ યોજનાની માંગ પણ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube